Charotar Sandesh
બોલિવૂડ

બૉલીવુડ ડ્રગ્સ, નેપૉટિઝ્‌મ અને શોષણની ગટર છે : કંગના રનૌત

મુંબઇ : બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા કોઇને કોઇ બહાને ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધતી રહે છે. કંગનાએ હવે ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડ્રગ્સ, નેપૉટિઝમ અને શોષણની ગટર કહી છે. આ અંગે કંગનાએ એક પછી એક ટ્‌વીટ કર્યા છે, જેને લઇને કેટલાય લોકો કંગના પર ભડક્યા છે.
તાજેતરમાંજ બૉલીવુડના કેટલાય સુપરસ્ટાર પ્રૉડક્શન હાઉસીસે ટૉપ મીડિયા કંપનીઓ પર બદનામી કરવાનો આરોપ લગાવતા કેસ નોંધાવ્યો છે. ત્યારે ફરી એકવાર કંગનાએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને આડેહાથે લીધી છે. તેને ટ્‌વીટ કરીને લખ્યું- બૉલીવુડ જે ડ્રગ્સ, શોષણ, નેપૉટિઝમ અને જેહાદની ગટર છે, સાફ કર્યા વિનાની, બૉલીવુડ સ્ટ્રાઇક્સ બેક જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું તો કહુ છે કે મારા પર પણ કેસ કરી દો, જ્યાં સુધી હુ જીવતી છુ ત્યાં સુધી હું તમને બધાને એક્સપૉઝ કરતી રહીશ.
તેને પોતાના ટ્‌વીટમાં લખ્યું- મોટા સ્ટાર્સ માત્ર મહિલાઓને જ ઓબ્જેક્ટિફાઇ નથી કરતા પરંતુ યંગ છોકરીઓનુ શોષણ પણ કરે છે. તે સુશાંત સિંહ રાજપૂત જેવા યંગ સ્ટાર્સને ઉભરવા નથી દેતા. તે ૫૦ વર્ષની ઉંમરે પણ સ્કૂલના બાળકોના રૉલ કરવા ઇચ્છે છે. જો તેમની સામે કંઇ ખોટુ પણ થઇ રહ્યું હોય તો પણ તે કોઇ સ્ટેન્ડ નથી લેતા.
કંગનાએ બીજા એક ટ્‌વીટમાં લખ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલિખિત કાયદો છે- તુ મારા ગંદા સિક્રેટ્‌સ છુપાવ, અને હું તમારા છુપાવુ, તેમની વફાદારીનો માત્ર આ એક પેમાનો છે. હું જ્યારથી પેદા થઇ છું ત્યારે આ કેટલાક ફિલ્મી પરિવારોને જ ઇન્ડસ્ટ્રી ચલાવતા જોઇ રહી છુ, છેવટે આ ક્યારે બદલાશે?

Related posts

‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ બદલાઈ, હવે ૨૪ માર્ચે રિલીઝ થશે…

Charotar Sandesh

ફાતિમા સના શેખ લૉકડાઉનમાં છે બેરોજગાર, વીડિયો થયો વાયરલ….

Charotar Sandesh

અમિતાભ બચ્ચનની બીજી આંખની થઇ સર્જરી, કહ્યુ કે મારૂ જીવન બદલાઇ ગયુ…

Charotar Sandesh