મુંબઇ : બોબી દેઓલ બોલિવુડમાં પોતાની બીજી ઈનિંગની સફળતાપૂર્વક શરૂઆત કરી ચૂક્યો છે. એક્ટર હવે પડદા પર તે બધા પાત્ર ભજવી રહ્યો છે, જે તે કરવા ઈચ્છતો હતો. બોબી દેઓલની આ સફળતામાં તેની પત્ની તાન્યા દેઓલનો ઘણો મોટો હાથ છે. તે હંમેશા તેની સાથે સારા અથવા ખરાબ બંને સમયમાં તેની સાથે ઊભી રહી છે. બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલને ઘણી વખત બોલિવુડની ઈવેન્ટ્સમાં જોવામાં આવે છે. તે ભલે એક્ટ્રેસ નથી પરંતુ સુંદરતાના મામલે તે બોલિવુડની હિરોઈનોને પણ ટક્કર આપે તેવી છે.
એટલું જ નહીં તાન્યા દેઓલ પોતાના કામ અને બિઝનેસ માટે પણ ઓળખાય છે. તાન્યા પોતાનો બિઝનેસ ચલાવે છે. તે ઈન્ટીરિયર ડિઝાઈનર હોવાની સાથે કોસ્ચ્યુમ ડિઝાઈનર પણ છે. તે પોતાના બિઝનેસ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરે છે. તેની લાઈફ સ્ટાઈલ પણ તેની કમાણીની જેમ લક્ઝુરીયસ છે. તાન્યા દેઓલનું ફર્નિચર સિવાય હોમ ડેકોરેટર્સનો બિઝનેસ છે. તેના શોરૂમનું નામ ધ ગુડ અર્થ છે અને તેના ક્લાયન્ટની લિસ્ટમાં બોલિવુડના ઘણા સિતારાઓનો સમાવેશ થયા છે.
કહેવામાં આવે છે કે બોબી દેઓલ અને તાન્યા દેઓલની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી અને અહીંથી જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. વાત ધીમે ધીમે આગળ વધી અને ૧૯૯૬માં બંનેએ લગ્ન કરી લીધા હતા. બોબી અને તાન્યાને બે છોકરાઓ છે આર્યમન અને ધરમ. એવી વાતો પણ જાણવા મળી છે કે ટૂંક સમયમાં બોબીનો મોટો છોકરો બોલિવુડમાં ડેબ્યૂ કરવાનો છે. બોબી દેઓલે પોતાની બીજી ઈનિંગની શરૂઆત સલમાન ખાનની રેસ ૩ ફિલ્મથી કરી હતી. તેના પછી તે સતત વેબ સીરિઝ અને ફિલ્મો દ્વારા ફરીથી પોતાનો જલવો બીખેરી રહ્યો છે.
ફિલ્મ રેસ ૩માં બોબીએ પહેલી વખત શર્ટ ઉતાર્યું હતું. બોબી થોડા સમય પહેલા જ નેટફ્લિક્સની સીરિઝ ક્લાસ ઓફ ૮૩ અને આશ્રમમાં જોવા મળ્યો હતો. જ્યારે હવે તે લવ હોસ્ટેલ અને એનિમલમાં જોવા મળવાનો છે. આશ્રમ વેબ સીરિઝમાં તેની એક્ટિંગના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. આ સિવાય તે હાઉસફૂલ ૪માં પણ જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા સની દેઓલના છોકરાએ પણ પલ પલ દિલ કે પાસ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી છે.