બોરસદ : ગુજરાત રાજ્યમાં વધતા કેસ એ ચિંતા નો માહોલ સર્જી દીધો છે. જ્યાં મહાનગરો નો હાલ તો બેહાલ છે જ જોડે નાના જિલ્લા અને તાલુકાનો પણ હાલ એટલો જ ખરાબ છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ના નોધાતા નવા નવા કેસોને કારણે અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગી રહ્યું છે.
આણંદ જિલ્લા ના બોરસદ તાલુકામાં અચાનક નવા કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, બોરસદ શહેરમાં રોજ ના સરેરાશ ૧૨થી ૧૫ જેટલા કેસો વધી રહ્યા છે.ત્યાં મહત્વની વાત એ છે કે છેલ્લા એક જ સપ્તાહમા પાંચ લોગોના મોત નીપજ્યા છે. એટલુંજ નહિ એકજ અઠવાડિયામાં ૬૦થી વધુ લોકોને કોરોનાનું ચેપ લાગ્યું છે.
બોરસદમાં બીજા એવા ઘણા લોકો છે. જે હાલ કોરોના ની સારવાર લઈ રહ્યા છે. બોરસદ નગર પાલિકા આ અંગે શું પગલાં લઈ રહી છે તે લોકોની સમજની બહાર જઈ રહ્યું છે.કેસ માં સતત વધારો કેમ થઇ રહ્યું છે તે બોરસદ નગરપાલિકા માટે ચિંતા નો વિષય બની ગયો છે.
સરકારના આદેશ મુજબ ૨૦ શહેરોમાં અત્યારે રાત્રે ૮ વાગ્યે કરફ્યુ લગાવી દેવામાં આવે છે. તેમ છતાં બોરસદ ના અમુક જગ્યાએ સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીના ૮ વાગ્યા બાદ પણ અનેક દૂકાનો, અને પાનના ગલ્લા ચાલુ દેખાય છે અને ત્યાં લોકોની ભીડ એવી ભેગી થાય છે કે જાણે તેમને કોરોનાનું કોઈ ભય જ નથી. રોડ ઉપર મોડી રાત્રે ઉભા ઉભા ગપાટા મારતા લોકો કર્ફ્યુનો ઉલ્લઘન તો કરે જ છે જોડે જોડે કોરોનાનું સક્ર્મણ પણ જોડે જોડે ફેલાવી રહ્યા છે. એટલું જ નહિ આવા લોકો નતો માસ્ક પેહરેલા હોય છે અને નતો સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન પણ કરતા દેખાતા નથી.
તેમ છતાં બોરસદની પોલીસ આ અંગે શું કાર્યવાહી કરી રહી છે તે હાલ સવાલનો વિષય છે. બોરસદ પોલીસની આળસ અને બેદરકારીને કારણે લોકો બેફામ પણે નાઈટ કર્ફ્યુનો ઉલંઘન કરી રહ્યા છે.તેમજ તેમની ઢીલી કામગીરીના કારણે સવાર અને બપોરના સમયે પણ બોરસદમાં લોકો સરકારી ગાઇડલાઇન નું બિન્દાસ્ત પણે ઉલ્લઘન કરતા દેખાય રહ્યા છે જે ખુબજ શરમજનક બાબત છે.
જો બોરસદ પોલીસ આ મામલે પોતાની આળસ છોડીને અને ઊંઘમાંથી બહાર આવીને નિયમોના ઉલ્લઘન કરતા ઈસમોની સામે સખ્ત કાર્યવાહી કરશે તો જ બોરસદમાં કોરોનાનો કેસોમાં મોટા પાયા ઉપર ઘટાડો આવશે નહીંતર જો આવીજ પરિસ્થિતિ બોરસદમાં યથાવત રહી તો આગામી દિવસોમાં અહીં હાલત વધુ ખરાબ થઇ શકે છે.