આણંદ : જિલ્લાના બોરસદ તાલુકામાં ગઈકાલે કોરોનાની એન્ટ્રી થયેલ છે, ત્યારે આજરોજ લોકલ ટ્રાન્સમિશનથી વધુ એક પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે, જેથી બોરસદ તાલુકાવાસીઓમાં ફફડાટ ફેલાવવા પામેલ છે.
બોરસદ ખાતે સૈયદ ટેકરામાં રહેતા પ૮ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા સેનિટાઈઝ પ્રક્રિયા હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, આણંદ જિલ્લામાં કુલ ૯૭ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેમાં હાલ કુલ ૬ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ કોરોનાને લઈ કુલ ૧૦ લોકોના મોત નિપજ્યા છે.