Charotar Sandesh
ઈન્ડિયા

બોલો… મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અનેક નેતાઓએ પાણીનું બિલ નથી ચૂકવ્યું…!

એક RTIના આધારે થયો ખુલાસો…

રૂપિયા ૨૪ લાખથી વધુ ચૂકવવાના બાકી, બીએમસીએ ડિફૉલ્ટર લિસ્ટમાં નાંખ્યા નામ…

મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત તેમની સરકારમાં રહેલા અનેક મંત્રીઓના સરકારી આવાસ પર લાખો રૂપિયાના પાણીના બિલ ચૂકવવાના બાકી છે. પાણીનું બિલ ના ભરનારા લોકોમાં NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નામ પણ સામેલ છે.
બિલ ના ચૂકવવાના કારણે BMCએ મંત્રીઓના આવાસને ડિફૉલ્ટર લિસ્ટમાં નાંખી દીધા છે. એક RTIના મળેલા જવાબના આધારે આ જાણકારી સામે આવી છે. જે મુજબ, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના સરકારી આવાસનું ૨૪.૨૬ લાખ રૂપિયાનું પાણીનું બિલ બાકી છે.
RTI મુજબ, મુખ્યમંત્રી ઠાકરેના વર્ષા બંગલા પર ડિસેમ્બર ૨૦૧૯થી ૨૪,૯૧૬ રૂપિયા, નાયબ મુખ્યમંત્રી અજીત પવારના દેવગિરી બંગલા પર નવેમ્બર ૨૦૧૯થી ૧,૩૫,૩૦૦ રૂપિયા બાકી છે.
આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલાનું નવેમ્બર ૨૦૧૯થી ૧,૨૪,૫૫૩ રૂપિયા, ઠાકરે સરકારમાં મંત્રી રહેલા NCP નેતા જયંત પાટીલના સેવા સદન બંગલાનું જાન્યુઆરી ૨૦૨૦થી ૧,૧૫,૨૮૮ રૂપિયા, કોંગ્રેસ નેતા અને મંત્રી નીતિન રાઉતના કર્ણકૂટી બંગલાનું જાન્યુઆરી ૨૦૨૦થી ૧,૧૫,૨૮૮ રૂપિયા બિલ બાકી છે.
રિપોર્ટ અનુસાર, રાજ્યમાં પ્રથમ વખત આવું બન્યું છે, જ્યારે મંત્રીઓના સરકારી આવાસનું પાણી અને વીજળીનું બિલ સમયસર ના ચૂકવાયું હોય.

Related posts

એર ઇન્ડિયાએ ફ્લાઇટ મોડી પડતાં દરેક યાત્રીને ૪૭૭૦૦નું વળતર ચૂકવ્યું…

Charotar Sandesh

જીડીપી ગ્રોથમાં ધીમી વૃદ્ધિ ચિંતાનો વિષય નથી : પ્રણવ મુખર્જી

Charotar Sandesh

કોરોના કેર વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ફટકાર : પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને…

Charotar Sandesh