બ્રાઝિલમાં ૨૪ કલાકમાં ૮૫ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા…
રિયો ડિ જાનેરો/વોશિંગ્ટન : પડોશી દેશ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ આજે માનવજાતિ માટે એક મોટી ચિંતા ઉભી કરી દીધી છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાંંથી સામે આવી રહ્યા છે. આ ઉપરાંત હવે બ્રાઝીલમાંથી પણ રોજ કોરોનાનાં કેસનો આંક વધતો જઇ રહ્યો છે.
અમેરિકામાં કોરોના આજે પણ ચિંતાનુ મોટુ કારણ છે, અહી હવે કુલ ૩ કરોડ કોરોનાનાં કેસ છે. આ સાથે જો બ્રાઝીલની વાત કરવામાં આવે તો અહી પણ કોરોનાએ માથુ ઉચક્યુ છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોનાં કિસ્સામાં, બ્રાઝીલ અમેરિકા પછી બીજા સ્થાને પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં ભારત બીજા નંબરે હતું. બ્રાઝીલનાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯ નાં ૮૫ હજાર ૬૬૩ નવા કેસ નોંધાયા છે અને આની સાથે તેનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૧ કરોડ ૧૩ લાખ ૬૩ હજાર ૩૮૯ થઈ ગઈ છે. જે એક ચિંતાનું મોટુ કારણ બની ગયુ છે. ત્યારે હવે આ વાયરસને કેવી રીતે માત આપવી અને બની શકે તેટલા લોકોને કેવી રીતે આનાથી બચાવવા, તેના પર બ્રાઝીલ સરકારનું ધ્યાન કેન્દ્રિત થયુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં આ રોગચાળાને કારણે ૨.૭૫ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોવિડ-૧૯ દ્વારા અસરગ્રસ્ત થવાની દ્રષ્ટિએ યુ.એસ. પ્રથમ ક્રમે છે, જ્યાં અત્યાર સુધીમાં ૨.૯૩ કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. વળી ભારતમાં ત્રીજા નંબરે ૧ કરોડ ૧૩ લાખ ૬૩ હજાર ૩૮૯ અસર થઈ છે. વળી જો ઈટાલીની વાત કરવામા આવે તો અહી એકવાર ફરી લોકડાઉન આપવામાં આવ્યુ છે.
ભારતમાં પણ, કોરોના ફરી એક વાર વેગ પકડી રહ્યો છે. શુક્રવારે ૨૪ હજાર ૮૪૫ નવા સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. જે ભારત માટે ફરી એકવાર ચિંતાનો વિષય બની ગયો છે. આ વાયરસથી ૧૯ હજારથી વધુ લોકો શુક્રવારેે ઠીક થયા જ્યારે ૧૪૦ લોકોનાં મોત થયા હતા. આ રીતે, સક્રિય કેસની સંખ્યા, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાં ૪ હજાર થી વધુ દર્દીઓનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૫ હજાર ૮૧૭ કેસ સામે આવ્યા હતા.