સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના અનુમાન મુજબ…
લંડન : ભયાનક કોરોના વાયરસ દુનિયા ક્યારે સમાપ્ત થશે તે કહેવું મુશ્કેલ છે. વિશ્વ આરોગ સંસ્થાએ જાહેર કર્યું હતું કે ૪ વર્ષ સુધી કોરોના સાથે જીવતા શિખવું પડશે અને તેના જંતું માનવ જીવન સાથે જોડાઈને રહેશે. હવે સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ અનુમાન લગાવ્યું છે કે બ્રિટનમાં કોરોનાવાયરસ ૩૦ સપ્ટેમ્બરમાં અને અમેરિકા નવેમ્બર સુધીમાં સમાપ્ત થઈ શકે છે.
લોકોના મનમાં કોરોના વાયરસ વિશે ઘણા પ્રશ્નો છે. ખાસ કરીને લોકડાઉન હોવાને કારણે, આ ચિંતા બધાને થઈ રહી છે કે, તેઓ ક્યારે આવી પરિસ્થિતિમાંથી બહાર આવશે. વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસ કેટલો સમય જીવંત રહેશે. સિંગાપોરની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની ઇનોવેશન લેબ અનુસાર અનુસાર, ચેપ યુએસમાં ૧૧ નવેમ્બર સુધી હશે. ઇટાલીમાં તે ૧૨ ઓગસ્ટે સમાપ્ત થશે. તે જ સમયે, સિંગાપોર ૧૯ જુલાઈના રોજ કોરોના વાયરસથી છૂટકારો મેળવશે. આ બધી તારીખની ગણતરી હાલની પરિસ્થિતિઓ, ચેપ દર અને મૃત્યુના ડેટાના આધારે કરવામાં આવી છે.
અનુમાન એટલું પણ મહત્વનું છે કારણ કે થોડા દિવસો પહેલા, નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે યુકેમાં જૂન સુધીમાં, કોરોનાથી થતા મૃત્યુ સમાપ્ત થઈ જશે. એસયુટીએ આ અનુમાન સાથે ચેતવણી પણ જારી કરી છે. આ મુજબ, ‘મોડેલો અને ડેટા એકદમ જટિલ છે અને જુદા જુદા દેશોની સ્થિતિને આધારે પણ બદલાતા રહે છે.
તેમના વિશે સ્પષ્ટપણે અનુમાન લગાવવું મુશ્કેલ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રથમ તારીખને છેલ્લી તારીખને ધ્યાનમાં રાખીને અતિશયોક્તિ ન કરવી જોઈએ. એવું ન થવું જોઈએ કે લોકોની તીવ્રતા ઓછી થાય અને તેઓ વાયરસને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવાનું બંધ કરે.થોડા દિવસો પહેલા બ્રિટિશ અધિકારી આલોક શર્માએ કહ્યું હતું કે સંભવ છે કે યુકે ક્યારેય કોવિડ -૧૯ ની રસી શોધી શકે નહીં. અથાગ પ્રયત્નો છતાં વાયરસની રસી ન મેળવી શકીએ.