ચીનની ઘુષણખોરી મુદ્દે ખોટુ બોલનાર દેશભક્ત નહીં…
ન્યુ દિલ્હી : રાહુલ ગાંધીએ વધુ એક વીડિયો જાહેર કર્યો છે. ચીન સાથેના સંઘર્ષને લઇ વીડિયોમાં સવાલ કર્યા છે. તેમણે કહ્યું છે કે ચીની ઘૂષણખોરીની લઈને સરકાર પર નિશાન સાધતા અનેક સવાલ કર્યા છે. તેમણે કહ્યું છે કે જે લોકો ઘૂષણખોરીને નકારી કાઢે છે તેને દેશભક્ત કેવી રીતે માનવા. રાહુલ કોરોના, અર્થવ્યવસ્થા, મજૂરો તથા ચીન સાથેને સંઘર્ષને લઈને વારંવાર સરકાર પર નિશાન સાધતા રહ્યા છે.
રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનની ઘૂષણખોરીને પગલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું છે કે, ચીનની ઘુષણખોરી મુદ્દે ખોટું બોલનાર દેશભક્ત નહીં. ઘુષણખોરીને નકારનાર દેશભક્ત ન હોઇ શકે. મે સેટેલાઇટ ઇમેજ જોઈ છે, પૂર્વ સૈનિકો સાથે વાત કરી છે. લોકો ઇચ્છે કે હું ખોટું બોલું તો હું એ નહીં કરી શકુ. હું આ મુદ્દા પર સત્ય બોલીશ. સત્ય બોલતા ભલે મારુ રાજકીય ભવિષ્ય જોખમમાં આવે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ પહેલા ટિ્વટ કરી કહ્યું હતું કે મે કોરોના અને અર્થવ્યવસ્થાને લઇને ચેતાવણી આપી હતી, પરંતુ સરકારે માન્યું નહીં, મહામારી આવી. હવે ચીનને લઇ ચેતાવણી આપી રહ્યો છું, મારી વાતની ફરી અવગણના કરવામાં આવી રહી છે. ત્રીજો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ૧૦૦ ટકા ધ્યાન પોતાની છબી બનાવા પર કેન્દ્રિત છે. આ સાથે જ કહ્યું કે એક માણસની છબી એક રાષ્ટ્રના વલણનો વિકલ્પ નથી.