ડાયમંડ કંપનીને લગાવ્યો કરોડોનો ચૂનો…
USA : ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે ન્યૂયોર્કમાં છેતરપિંડીના ગંભીર આરોપો લાગ્યા છે. નેહલ મોદી પર વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપનીમાંની એક સાથે મલ્ટિલેયર્ડ સ્કીમ દ્વારા ૨.૬ મિલિયન ડોલર (રૂ. ૧૯ કરોડથી વધુ)ની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.
મોદી પર મેનહટનની એક ડાયમંડ હોલસેલ કંપની પાસેથી ૨.૬ મિલિયન ડોલરથી વધુ કિંમતના હીરા લેવા મામલે સુપ્રીમ કોર્ટમાં ’ફર્સ્ટ ડિગ્રીમાં મોટી ચોરી’ હોવાનો આરોપ લાગ્યો છે. હવે નેહલ મોદીને ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટમાં કેસનો સામનો કરવો પડશે.
ન્યૂયોર્કના કાયદા હેઠળ પ્રથમ ડિગ્રીમાં મોટી ચોરીના ગુનાનો અર્થ ૧ મિલિયન ડોલર કરતા વધુની ચોરી. આ છેતરપિંડીની શરૂઆત ૨૦૧૫માં થઈ હતી, જ્યારે નેહલ મોદીએ એક કંપની સાથે બનાવટી રજૂઆત કરવા માટે એલએલડી ડાયમંડ યુએસએથી આશરે ૨.૬ મિલિયન હીરા લીધા હતા.
પ્રોસીક્યુશન અનુસાર, માર્ચ ૨૦૧૫માં, નેહલ મોદીએ તેમને લગભગ ૮૦૦,૦૦૦ ડોલરના હીરા આપવા કહ્યું અને દાવો કર્યો હતો કે તેઓ તેને કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને વેચાણ માટે બતાવશે. કોસ્ટકો એ એક ચેઇન છે જે પોતાના સભ્યો તરીકે જોડાતા ગ્રાહકોને ઓછા ભાવે હીરા વેચે છે.
- Naren Patel