Charotar Sandesh
ગુજરાત

ભાજપનો વળતો પ્રહાર : હાર્દિક પટેલને ગણાવ્યો ભાડુતી કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ…

સુરત : પેટાચૂંટણી માથે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગરમાગરમી વધી છે. મુખ્ચમંત્રીના દારૂના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે હાર્દિક પટેલના ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પર નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ હાર્દિક પટેલને ભાડુતી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ગણાવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અબડાસા ખાતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેરને સંબોધન કર્યું હતું. કોરોના મહામારીના કાળમાં ભાજપના કાર્યકર્તાઓ અને સરકાર જનતાની સેવામાં ખડેપગે હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોજયપુરના રિસોર્ટમાં દારૂ પીને ત્યાંના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા.
અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. ત્યારે તમે જયપુરમાં કેમ ગયા હતા એવો તમે કોંગ્રેસના ધારાસભ્યો પાસે જવાબ માંગજો. પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલના નિવેદન પર કહ્યું કે, ગઈકાલે કોંગ્રેસના ભાડુતી કાર્યકારી અધ્યક્ષે પાટીલજી પર બેજવાબદાર નિવેદન કર્યા. ભાજપના અધ્યક્ષ ત્રીસ વર્ષથી જનતાની વચ્ચે સેવા કરે છે. પંદર વર્ષથી જનતાએ એમને સાંસદ તરીકે સૌથી વધુ મત સાથે ચૂંટીને મોકલ્યા છે. નગરપાલિકાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ જીતી શકતી નથી. એમને કોઈ હક નથી પ્રમુખ માટે આવા નિવેદન કરવાનો.
કોંગ્રેસની ચાલ અને ચરિત્ર જનતા જાણે છે. ગુજરાતના પાટીદાર સમાજને હાર્દિક પટેલે છેતર્યા છે. કોંગ્રેસને દેશ ભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. જય સરદારના નારા લગાવનારા યુવાનોને જ આ કોંગ્રેસે છેતર્યા છે. કોંગ્રેસ પક્ષે સરદાર પટેલને તેમના નિધન પછી પણ ક્યારેય સન્માન નથી આપ્યું. મોપેડ લઈને ફરનારા હાર્દિક પટેલ આજે કરોડોમાં રમે છે એનો હિસાબ આપો જનતા માંગે છે. કોંગ્રેસ એક ડૂબતી નૈયા છે, એટલે જ એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે અને આગામી દિવસેમાં ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ નક્કી છે. કોંગ્રેસની આ રાજનીતિથી હવે પ્રજા સતર્ક થઈ ગઈ છે. ફરી એક વાર કોંગ્રેસના ભાડૂતી કાર્યકરને ચેતવણી આપું છું કે, ભાજપના પ્રમુખ અંગે કોઈ નિવેદન ના આપે.

Related posts

આગામી ૨૦મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ઘટેશે અને તાપમાનમાં થશે વધારો…

Charotar Sandesh

કોરોનાને કારણે શાળાઓ ખોલવામાં કોઈ ઉતાવળ કરવામાં નહી આવે : શિક્ષણ મંત્રી

Charotar Sandesh

ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવા માટે હાઇકોર્ટમાં થઇ જાહેરહિતની અરજી…

Charotar Sandesh