Charotar Sandesh
ગુજરાત

ભાજપ-કોંગ્રેસના નેતાઓમાં ફફડાટ : ભરતસિંહ સોલંકીને કોરોના, શકિતસિંહ ગોહીલ હોમ કવોરન્ટાઇન…

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખની રાત્રે તબીયત લથડતા વડોદરાની હોસ્પીટલમાં દાખલ કરાયાઃ રીપોર્ટ પોઝીટીવ આવ્યોઃ રાજ્યસભાની ચૂંટણી વખતે શકિતસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો-પત્રકારોને મળ્યા હતા…

ગૃહરાજ્યમંત્રી-ભાજપના પ્રદેશ પ્રમુખના સંપર્કમાં પણ આવ્યા હોવાનો ધડાકો…

અમદાવાદ : કોરોના વાયરસ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે તેના સિકંજામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને એ દરમ્યાન તેઓ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા. તેઓ જે જે નેતાઓને મળ્યા હતા, જે જે કાર્યકરોને મળ્યા હતા તે બધામાં ફફડાટ ફેલાયો છે એટલુ જ નહિ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ કવોરન્ટાઈન થવાની નોબત આવી હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત લથડતા તેમને ગઈકાલે વડોદરાના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો રીપોર્ટ કરાવવામાં આવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા હલચલ મચી જવા પામી છે. ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ- કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ૧૯મીએ તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને આ દરમિયાન તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા તેઓ જે જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તે બધાને હવે કવોરન્ટાઈન થવુ પડે તેવી શકયતા છે.

Related posts

હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની માંગ સાથે હવે હાઇકોર્ટમાં અરજી કરી…

Charotar Sandesh

રાજ્યના ૨૪૮ તાલુકાઓમાં ત્રણ વેક્સિનેશન કેન્દ્ર પર કરાયું ડ્રાયરન…

Charotar Sandesh

રાજ્યના વિવિધ શહેરોમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર થઈ શકે…

Charotar Sandesh