Charotar Sandesh
ગુજરાત

ભાજપ નેતાના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા : આઠની ધરપકડ…

ધરમપુર : કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન્સ પ્રમાણે લગ્નમાં માત્ર ૧૦૦ મહેમાનોને જ આમંત્રિત કરવાની મંજૂરી છે. તેમ છતાં અત્યાર સુધીમાં કેટલાય લોકો તેનું ઉલ્લંઘન કરતાં ઝડપાયા છે. જેમાં નેતાઓ પણ સામેલ છે. આ વાતને લઈને ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને વખોડી ચૂક્યું છે, ત્યારે વધુ એક ભાજપ આગેવાને પોતાના લગ્ન પહેલા યોજાયેલી સંગીત સંધ્યામાં સેંકડો લોકોને આમંત્રિત કરીને ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું.
થોડા દિવસ પહેલા, પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત ૧૮ લોકોની એક કાર્યક્રમનું આયોજન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આશરે ૫ હજાર લોકો એકઠાં થયા હતા. હવે ધરમપુર તાલુકાના ભાજપ પ્રમુખ કેતન વાઢુએ ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાડ્યા છે. વાઢુની સંગીત સંધ્યામાં મોટી સંખ્યામાં કાર્યકરો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરીને ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. પોલીસે વાઢુ સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આઠની ધરપકડ કરી છે.
૨૬મી ડિસેમ્બરે સંગીત સંધ્યામાં યોજાયેલી ડીજે પાર્ટીનો વીડિયો સોમવારે સવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ફરિયાદ નોંધી હતી.
વલસાડ પોલીસ સુપ્રીટેન્ડેન્ટ ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ’કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોવાનું અને કોવિડ ૧૯ની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થયું હોવાનું જાણ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. કાર્યક્રમ વાઢુ અને તેના પિતરાઈ ભાઈના લગ્ન સમારોહનો એક ભાગ હતો’.

Related posts

રાજ્ય સરકારે એમેઝોન સાથે એમઓયુ કર્યું

Charotar Sandesh

સરગવામાંથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્ત્વો મળ્યાં : જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન

Charotar Sandesh

વડાપ્રધાને કેશુબાપા તથા કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના આપી…

Charotar Sandesh