Charotar Sandesh
ગુજરાત

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

ગાંધીનગર : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને હાલ તેઓ હોસ્પિટલમાં રહીને સારવાર કરાવશે. એપોલો હોસ્પિટલ ગાંધીનગર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે, સી આર પાટીલની હાલત નૉર્મલ છે. થોડો સમય પહેલા જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટી રેલીઓ યોજીને ચર્ચામાં આવેલા પ્રદેશ પ્રમુખનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવાને કારણે રેલીઓમાં ભાગ લેનારા અને તેમના સંપર્કમાં આવનારા ભાજપના હજારો કાર્યકર્તાઓ અને કેટલાક મોટા નેતાઓ પણ ચિંતાતુર થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોરોનાના લક્ષણો દેખાતા સી આર પાટીલ ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં એડમિટ થયા હતા પરંતુ ઘણા સમય સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું કે, તેઓ ખરેખર આ વાયરસથી સંક્રમિત છે કે કેમ. બાદમાં સાંજે તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ પેન્ડિંગ છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થતા અનુભવી રહ્યા છે. જોકે, આજે આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, તેઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

Related posts

સુરતમાં ઉમેદવારો જાહેર થતા ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ, ધારાસભ્યો લાગ્યા કામે…

Charotar Sandesh

સુરતમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો…

Charotar Sandesh

સચિવાલયમાં પહોંચ્યો કોરોનાઃ ફળદુના પર્સનલ સેક્રેટરી સહિત ૩ પોઝિટિવ…

Charotar Sandesh