પહેલા અમેરિકા પર અને હવે ભારત પર ઢોળ્યો દોષનો ટોપલો…
ભારતની યુવા વસ્તી, ખરાબ હવામાન અને દુષ્કાળના કારણે એવી સ્થિતિમાં ઉછરી હશે જેના કારણે આ વાઇરસ માણસોમાં પહોંચ્યોઃ ચીની વૈજ્ઞાનિકો…
શાંઘાઇ : ચીનના વુહાનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસે સમગ્ર દુનિયાને ધમરોળી નાખ્યું છે. દુનિયાભરમાંથી ચીનથી ટીકા થતા હવે દોષનો ટોપલો બીજા પર ઢોળવાનું શરુ કરી દીધું છે. ચીને પહેલા અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે અમેરિકી સેનાએ તેમના દેશને બદનામ કરવા માટે કાવતરુ ઘડ્યું છે, હવે ભારત પર આરોપ લગાવ્યો કે ભારતમાંથી દુનિયાભરમાં કોરોના વાઇરસ ફેલાયો છે.
ચીનના કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાઇરસ સૌથી પહેલા ભારતના કેટલાક વિસ્તારમાંથી ફેલાયો છે. ઘ સનની એક રિપોર્ટ અનુસાર શાંઘાઇ ઇન્સ્ટીટ્યુટ ફોર બાયોલોજિકલ સાયન્સ ના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ પેપરમાં કહ્યું કે ડિસેમ્બર ૨૦૧૯માં વુહાનમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો તે પહેલાથી આ વાઇરસ ભારતમાં હાજર હતો. જોકે, વાઇરસ ફેલાવાની આ થીયરી વિવાદિત છે. ચીની વૈજ્ઞાનિકોએ આ થિયરીનો રિવ્યું હજું સુધી આપ્યો નથી.
ચીન છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઇરસ ફેલાવાનો આરોપ બીજા પર મઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા ચીનના કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના અમેરિકામાંથી વુહાન આવ્યો હતો. જોકે, દુનિયાભરના તજજ્ઞો અને નેતાઓ ચીન પર આરોપ લગાવતા આવ્યાં છે કે ચીને શરૂઆતમાં કોરોના મહામારીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
શાંઘાઇ ઇન્સ્ટીટ્યુટ ફોર બાયોલોજિકલ સાયન્સના વૈજ્ઞાનિકે વિચિત્ર દાવો રજુ કરતા કહ્યું કે કોરોના ભારત કે પછી બાંગ્લાદેશમાંથી ફેલાયો છે. ધ લાન્સેટ મેડિકલ જર્નલના પ્રી પ્રિન્ટ પ્લેટફોર્મ જીજીઇદ્ગ.ર્ઝ્રંસ્ પર ચીની વૈજ્ઞાનિકોના રિસર્ચ પેપરને પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
ચીની વૈજ્ઞાનિકોએ ૧૭ દેશોના કોરોના વાઇરસ સ્ટ્રેન પર રિસર્ચ કરીને આ પેપર પ્રકાશિત કર્યા છે. રિસર્ચનું નેતૃત્વ ડૉ. શેન લિબિંગે કર્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની યુવા વસ્તી, ખુબજ ખરાબ હવામાન અને દુષ્કાળના કારણે એવી સ્થિતિમાં ઉછરી હશે જેના કારણે આ વાઇરસ માણસોમાં પહોંચ્યો.
ભારત સરકારની સાથે કામ કરી રહેલા વૈજ્ઞાનિક મુકેશ ઠાકુરે ચીની વૈજ્ઞાનિકોએ જારી કરેલા રિસર્ચ પેપર પર સવાલ ઉઠાવતા કહ્યું કે રિસર્ચ પેપરના પરિણામ ખોટા છે.