Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં કોરોનાએ ગતિ પકડી : ૨૪ કલાકમાં ૨૪ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા…

કોરોનાના એક્ટિવ કેસનો આંકડો સવા ૨ લાખની નજીક પહોંચ્યો…

ન્યુ દિલ્હી : ભારતમાં માર્ચની શરૂઆતથી જ કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસની આ બીજી લહેર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા જાહેર કરેલ મંગળવાર(૧૬ માર્ચ)ના આંકડા મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૪,૪૯૧ નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧ લોકોના મોત થયા છે. એક દિવસમાં સામે આવેલ ૨૪,૪૯૨ નવા કોવિડ-૧૯ કેસો બાદ દેશમાં કુલ કોરોના સંક્રમિતોના પૉઝિટીવ કેસોની સંખ્યા ૧,૧૪,૦૯,૮૩૧ થઈ ગઈ છે. વળી, દેશમાં હવે કોરોનાથી મરનારની સંખ્યા ૧,૫૮,૮૫૬ થઈ ગઈ છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૦,૧૯૧ લોકો રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની કુલ સંખ્યા હાલમાં ૨,૨૩,૪૩૨ છે. વળી, કોરોનાથી રિકવર થનાર લોકોની કુલ સંખ્યા ૧,૧૦,૨૭,૫૪૩ થઈ ગઈ છે.
દેશમાં ૧૬ માર્ચ સવારે ૮ વાગ્યા સુધીના આંકડા મુજબ અત્યાર સુધી ૩,૨૯,૪૭,૪૩૨ લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં કોરોના વેક્સીનેશન રાઉન્ડ-૨ની શરૂઆત ૧ માર્ચથી થઈ છે. રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ અને ૪૫ વર્ષથી વધુ જે કોઈ ગંભીર બિમારીથી પીડિત છે તેમને વેક્સીન આપવામાં આવી રહી છે. ૧૫ માર્ચ મુજબ મંગળવારે નવા કોરોના કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.
ભારતમાં ૧૫ માર્ચે એક દિવસમાં કોરોનાના ૨૬,૨૯૧ નવા કેસ સામે આવ્યા હતા અને ૧૧૮ લોકોના મોત થયા હતા. ભારતમાં છેલ્લા લગભગ એક સપ્તાહમાં કોરોનાના ૨૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. દેશમાં સંક્રમણના કેસોમાંથી ૬૧ ટકા કેસ માત્ર મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્ર ઉપરાંત ભારતમાં પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, દિલ્લી અને આંધ્ર પ્રદેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Related posts

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર : આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ નહિ આપવો પડે…

Charotar Sandesh

હાર ભાળી ગયેલા દીદી બંગાળમાં હિંસા પર ઉતરી આવ્યાઃ જાવડેકર

Charotar Sandesh

દેશાં કોરોનાનો રાફડો, ૨૪ કલાકમાં ૪૧,૮૧૦ કેસ સાથે કુલ આંક ૯૪ લાખની નજીક…

Charotar Sandesh