Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં કોરોના હવે બેકાબૂ : ૨૪ કલાકમાં વિક્રમજનક ૬૬૬૧ કેસો : મૃત્યુઆંક ૩૮૬૭…

ભારત વિશ્વમાં ૧૦મો અને એશિયાનો બીજો સૌથી સંક્રમિત દેશ બનવાની નજીક…

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧.૩૧ લાખને પાર,વધુ ૧૪૭ના મોત સાથે મૃત્યુઆંક ૩૮૬૭એ પહોંચ્યો….

૫૪,૪૪૧ લોકો સ્વસ્થ, રિકવરી રેટ વધીને ૪૧.૨૮ ટકાએ પહોંચ્યો, ૫ દિવસથી સતત ૫ હજારથી વધુ કેસ બહાર આવ્યાં…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના રોગચાળાએ માઝા મૂકી હોય અને ખરા અર્થમાં બેકાબુ બની ગયો હોય તેમ ફરીથી છેલ્લાં ૨૪ કલાકમાં ૬૬૬૧ જેટલા કેસો નોંધાયા હતા. જે ગઇ કાલ કરતાં વધારે અને અત્યાર સુધીમાં નોંધાયોલા કેસોમાં સૌથી વધારે હોવાની નોંધ સત્તાવાળા દ્વારા લેવામાં આવી છે. જ્યારે ૧૪૭ લોકોના મોત નિપજ્યા છે. એટલુ જ નહીં છેલ્લાં ૫ દિવસ સસતત ૫ હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં છે. પોઝીટીવ કેસોની સંખ્યામાં ભારત હવે ઈરાનને પાછળ રાખી વિશ્વમાં ૧૦મો અને એશિયાનો બીજો સૌથી સંક્રમિત દેશ બનવાની નજીક પહોંચી રહ્યો છે. જેને એક ભયજનક બાબત તરીકે જોવામાં આવી રહ્યું છે. ઈરાનમાં ૧,૩૩,૫૨૧ કેસ નોંધાયા છે તો ભારતમાં સંક્રમણના કેસ ૧,૩૧,૪૨૦ પર પહોંચી ગયા છે. અને ૩૮૬૭ લોકોના મોત થયા છે. જ્યારે પૂર્વોત્તરના રાજ્ય સિક્કીમમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે, દિલ્હીથી પરત ફરેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના પોઝિટિવ કેસના દર્દીઓનો નવો રેકોર્ડ જોવા મળ્યો છે. રવિવારે સવારે આઠ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૬ હજાર ૭૬૭ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તેના હેલ્થ બુલેટિનમાં માહિતી આપી છે કે, દેશમાં કોરોનાના કુલ ૧ લાખ ૩૧ હજાર ૮૬૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ૩૮૬૭ ના મોત થયાં છે. એ પહેલા બે દિવસમાં અનુક્રમે ૬,૦૮૮ અને ૬,૬૫૪ નવા કેસો બહાર આવ્યાં હતા.. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૩,૫૬૦ એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં ૫૪,૪૪૧ દર્દી સ્વસ્થ થયાં છે. દર્દીઓના સ્વસ્થ થવાનો વર્તમાન દર ૪૧.૨૮ ટકા છે.

શનિવારે સૌથી વધુ ૬ હજાર ૬૬૧ દર્દી ઉમેરાયા હતા. મહારાષ્ટ્રમાં ૨૬૦૮, તમિલનાડુમાં ૭૫૯, દિલ્હીમાં ૫૯૧, ગુજરાતમાં ૩૯૬, ઉત્તર પ્રદેશમાં ૨૮૨, મધ્ય પ્રદેશમાં ૨૦૧ અને રાજસ્થાનમાં ૨૪૮ દર્દી મળ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના મતે દેશમાં ૧ લાખ ૩૧ હજાર ૮૬૮ દર્દી મળ્યા છે. આ પૈકી ૭૩ હજાર ૫૬૦ દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. જ્યારે ૫૪ હજાર ૪૪૦ દર્દીને સારૂ થઈ ગયુ છે અને ૩૮૬૭ લોકોના મોત થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ ૪૭,૧૯૦ કેસ મહારાષ્ટ્રમા નોંધાયા છે. આ ઉપરાંત તમિલનાડુમાં ૧૫,૫૧૨ કેસ છે અને તે બીજા ક્રમે છે જ્યારે ગુજરાત ૧૩,૬૬૪ કેસ સાથે ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં ૧૨,૯૧૦ કેસ રહેતા તે પણ કોરોના કેસોના ટોપ ફાઈવ રાજ્યની યાદીમાં આવે છે. રાજસ્થાનમાં કુલ ૬,૭૪૨ કેસ નોંધાયા છે.
પંજાબના જાલંધરમાં કેટલાક પ્રવાસી શ્રમિકો તેમના ગામ જવા માટે રજીસ્ટ્રેશનની પ્રતિક્ષામાં ૫ દિવસથી ફ્લાઈઓવરની નીચે બેઠા છે. તેમનું કહેવું છે કે તેમને અહીં ભોજન-પાણી પણ મળ્યું નથી. દિલ્હીના જેલ વિભાગે કોરોનાના જોખમને ૬૦ વર્ષથી વધારે ઉંમરના દર્દીઓને ઈમર્જન્સી પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે.
ઓડિશામાં એક મહિલાએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો. આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી ઓડિશા બાલનગીર જઈ રહી હતી. ટ્રેન બાલનગીર પહોંચી તો મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બાળક અને માતાનું આરોગ્ય સારું છે.

સિક્કીમમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અહીં દિલ્હીથી પરત ફરેલા ૨૫ વર્ષના વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી તાજેતરમાં જ દિલ્હીથી પરત આવ્યો હતો.

Related posts

ત્રીજીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા ‘દીદી’ મમતા બેનર્જી…

Charotar Sandesh

કોરોનાના કેસમાં ફરી ઉછાળો, એક દિવસમાં ૩.૮૨ લાખ નવા કેસ, ૩૭૮૦ના મોત

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની મોટી ભેટ : ઉદ્યોગપતિઓ માટે ૧,૩૫૦ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની ઘોષણા…

Charotar Sandesh