Charotar Sandesh
વર્લ્ડ

ભારતમાં ૧૫ મે સુધીમાં પીક પર પહોંચશે કોરોના, રોજના થશે ૫૬૦૦ના મોત : અમેરિકાનો દાવો

USA : એક અમેરિકી વિશ્વવિદ્યાલયના અભ્યાસમાં ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના સંક્રમણ પીક પર પહોંચશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મે મહિનાના મધ્યગાળામાં દૈનિક મૃત્યુદરનો આંકડો ૫૬૦૦ થઈ જશે અને આ જ સ્થિતિ રહેશે તો એપ્રિલથી ઓગષ્ટ વચ્ચે કોરોના સંક્રમણથી આશરે ૩ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી દેશે. વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા ’કોવિડ-૧૯ પ્રોજેક્શન’ ટાઈટલ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો જે ૧૫ એપ્રિલે પ્રકાશિત થયો હતો.

અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોરોના મહામારીનો આ સમય આગામી સપ્તાહમાં સ્થિતિ વધુ બગાડશે. ભારતમાં સંક્રમણ અને મૃત્યુના વર્તમાન દરના આધાર પર કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે ૧૦ મેના રોજ દૈનિક મૃત્યુ દર ૫૬૦૦એ પહોંચી જશે. એપ્રિલથી ઓગષ્ટ મહિના દરમિયાન ૩.૨૯ લાખ લોકોના મોત થશે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં મૃતકઆંક ૬.૬૫ લાખ સુધી વધી શકે છે.

અભ્યાસ પ્રમાણે જો એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં બધા માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લઈ લેશે તો મૃતકઆંક ૭૦,૦૦૦ જેટલો ઘટાડી શકાશે.

અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ના મધ્યમાં ભારતમાં કોરોના સંક્રમણ અને મૃતકઆંકમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યાર બાદ અચાનક જ તે ટ્રેન્ડ બદલાઈ ગયો હતો. તેના પાછળનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક પહેરવાની બેદરકારી છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડી : લાખો લોકો વીજળીવિહોણા થયા…

Charotar Sandesh

હું ચીન સાથે કોઇ વાતચીત કરવા તૈયાર નથી : ટ્રમ્પ

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયામાં ૫૦ ડોલરની નોટ પર છપાયો ‘ખોટો શબ્દ’, સરકારને ૭ મહિને ખબર પડી!

Charotar Sandesh