Charotar Sandesh
ઈન્ડિયા

ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં : રાહુલ ગાંધી

નોટબંધી, જીએસટી અને લોકડાઉન અર્થવ્યવસ્થા પર હુમલાના ૩ મોટા ઉદાહરણ…

ન્યુ દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ સોમવારના રોજ અર્થતંત્રના મોરચા પર મોદી સરકાર પર નવા અંદાજમાં નિશાન સાંધ્યું. પોતાની નવી વીડિયો સીરીઝમાં રાહુલે કોરોના સંકટના લીધે અર્થતંત્રની સ્થિતિ પર વાત કરી. રાહુલ ગાંધી એ કહ્યું કે ભાજપ સરકારે અસંગઠિત ક્ષેત્રોના અર્થતંત્ર પર આક્રમણ કર્યું અને તમને ગુલામ બનાવાની કોશિષ કરાય રહી છે.
રાહુલે કહ્યું કે ૨૦૦૮મા આખી દુનિયામાં આર્થિક તોફાન આવ્યું. અમેરિકાની કંપનીઓ બંધ થઇ ગઇ. પરંતુ ભારતમાં કંઇ થયું નહીં. યુપીએની સરકાર હતી મેં મનમોહન સિંહજીને પૂછયું કે આવું કંઇ રીતે થયું? ત્યારે મનમોહન સિંહ જી એ મને કહ્યું કે ભારતમાં બે અર્થતંત્રો છે, પહેલું સંગઠિત અને બીજું અસંગઠિત.
વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સંગઠિત અર્થતંત્ર એટલે કે મોટી કંપનીઓ અને બીજા અસંગઠિતમાં ખેડૂત-મજૂર વગેરે. જ્યાં સુધી અસંગઠિત સંગઠન મજબૂત છે ત્યાં સુધી કંઇ થઇ શકે નહીં. રાહુલ બોલ્યા કે છેલ્લાં ૬ વર્ષથી ભાજપની સરકારે અસંગઠિત અર્થતંત્ર પર આક્રમણ કર્યું છે. તેમાં નોટબંધી- ખોટા ય્જી્‌-લોકડાઉનથી આવું થયું છે.
રાહુલ બોલ્યા કે એ ના વિચારો કે ભૂલથી આખરે લોકડાઉન કરાયું છે. તેમનો લક્ષ્ય ઇનફોર્મલ સેકટરને ખત્મ કરવાનો છે. પ્રધાનમંત્રીજીને જો સરકાર ચલાવી છે તો મીડિયાની જરૂર છે અને માર્કેટિંગની જરૂર છે. પરંતુ નીતિઓના લીધે રોજગારી ઉભી થઇ નથી, જે દિવસે ઇન્ફોર્મલ સેકટર ખત્મ થયું તે દિવસે રોજગારી મળશે નહીં.
કોંગ્રેસ નેતા એ કહ્યું કે અસંગઠિત ક્ષેત્ર જ સરકાર ચલાવે છે અને તેમને ઠગી રહ્યા છે. આ આક્રમણને ઓળખવું પડશે અને આખા દેશને સાથી મળી લડવું પડશે.

Related posts

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવી જનસંખ્યા નીતિની જાહેરાત કરી

Charotar Sandesh

શોપિયાંમાં એન્કાઉન્ટરમાં ૩ આતંકી ઠાર, એકે કર્યું આત્મસમર્પણ…

Charotar Sandesh

ભારતીય ટીમના કોચ માટે ગાંગુલીએ આ પૂર્વ ખેલાડીને દાવેદાર ગણાવ્યો

Charotar Sandesh