Charotar Sandesh
વર્લ્ડ

ભારતીય મૂળના કમલા હૈરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર…

અમેરિકી ઇતિહાસમાં સૌપ્રથમ અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરશે…

USA : ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદ કમલા હેરિસને તેમના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કમલા હેરિસ ભારતીય મૂળ ધરાવે છે. અમેરિકી ઇતિહાસમાં આ પદ માટે લડનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે.

૫૫ વર્ષીય કેલિફોર્નિયા ના સાંસદ કમલા હેરિસ એક સમયે રાષ્ટ્રપતિ પદ માટે જો બિડેનને પડકારતી હતી. હવે બિડનેએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના તેમના સાથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. બિડને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

કમલા હેરીસની માતા સાઉથ ઇન્ડિયન છે તો પિતા જમૈકા થી છે. કમલા ના નાના ભારતમાં IAS ઓફિસર હતા. કમલા  હૈરિસનો પતિ જ્યુઈશ (યહૂદી) છે.

  • Nilesh Patel

Related posts

તાલિબાનમાં અમેરિકાએ જાહેર કર્યું એલર્ટ

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ G7ના તમામ દેશોના નેતાઓને ભારત તરફથી અનોખી ભેટ આપી, જુઓ વિગત

Charotar Sandesh

ભારતના ર લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજોમાં અભ્‍યાસ કરે છે…

Charotar Sandesh