Charotar Sandesh
ઈન્ડિયા

ભારતીય સેના એક્શન મૉડમાં : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૯ આતંકીઓને ઠાર કરાયા…

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના હાલ એક્શનમાં મૉડમાં આવી ગઇ છે. શોપિયા જિલ્લામાં સોમવારે સુરક્ષાદળોની સાથે થયેલી અથડામણમાં ચાર આતંકી માર્યા, પોલીસે આની માહિતી આપી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે દક્ષિણ કાશ્મીર સ્થિત શોપીયના પિંજોરા વિસ્તારમાં આતંકીની હાજરી હોવાની બાતમી મળી, બાદમાં સુરક્ષાદળોએ વિસ્તાની ઘેરાબંધી કરી અને રવિવારે અહીં પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા.

શોપિયા જિલ્લાના પિંજોરા વિસ્તારમાં આજે અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકીઓના મૃતદેહો મળી આવ્યા છે. આની સાથે જ મોટા પ્રમાણમાં હથિયારો અને દારુગોળા પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ઓપરેશન પુરુ થઇ ગયુ છે. તેમને જણાવ્યુ કે, સુરક્ષાદળો પર આતંકી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને જવાબી કાર્યવાહીમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.

પોલીસે જો કે માર્યા ગયેલા આતંકીઓની ઓળખનો ખુલાસો કર્યો નથી અને તેમના સંગઠનની પણ માહિતી આપી નથી. મહત્વની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં શોપિયા જિલ્લામાં આ બીજી અથડામણ છે, અને ૯ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા

Related posts

હવે નિયમોમાં ફેરફાર : અમેરિકી વિઝા માટે ૫ વર્ષનો સોશયલ મીડિયા રેકોર્ડ આપવો પડશે…

Charotar Sandesh

સચિને આસામની એક હોસ્પિટલને મેડિકલના સાધનો દાનમાં આપ્યા…

Charotar Sandesh

કેન્દ્રિય કેબિનેટમાં મંજુરી પ્રમાણે છોકરીઓના લગ્નની ઉંમર ૨૧ વર્ષ ગણાશે : કાયદામાં સુધારો લવાશે, જાણો

Charotar Sandesh