Charotar Sandesh
વર્લ્ડ

ભારત-અમેરિકા ભાગીદારી અંગે એસ. જયશંકર જેક સુલિવન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ…

USA : વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે ટિ્‌વટ કરી જણાવ્યું હતું કે, એનએસએ જેક સુલિવન સાથે મુલાકાત કરી ખૂબ જ ખુશી થઈ. ઈન્ડો-પેસિફિક અને અફઘાનિસ્તાન સહિત અન્ય વિષયો પર વ્યાપક ચર્ચા થઈ. તે દરમિયાન વૈશ્વિક મહામારીને લઈને ભારત-અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ વાતચીતનો પણ દોર ચાલ્યો હતો.
તો બીજી તરફ એનએસએ જેક સુલિવને ટિ્‌વટ કરી જણાવ્યું હતું કે, મે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. અમારા લોકોથી લોકોના સંબંધ અને અમારા મૂલ્ય અમેરિકા-ભારત ભાગીદારીનો પાયો છે અને અમે મળીને કોરોનાને સમાપ્ત કરવાની દિશામાં સહાયતા કરીશું. સુલિવને ટિ્‌વટમાં વધુમાં જણાવ્યું કે, અમેરિકી સરકાર અને અમેરિકનોએ ભારતને કોરોના મહામારીથી લડવા માટે ૫૦૦ અમેરિકી ડોલરથી વધારેની સહાયતા આપી છે. અમે બધા મળીને આ મહામારીને હરાવીશું.
આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકી કંપનીઓના પ્રમુખ સભ્યો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે અમેરિકી કંપનીઓ તરફથી ભારતને મોકલવામાં આવતી રાહત સહાયતા અંગે જાણકારી આપી હતી. અમેરિકા-ભારત વેપાર પરિષદએ ટિ્‌વટ કરી આ અંગે માહિતી આપી હતી. આ બેઠકનું આયોજન યુએસઆઇબીસીએ કર્યું હતું. પરિષદ યુએસ ચેમ્બર ઓફ કોમર્સનો ભાગ છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન જયશંકર અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન, સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી.

  • Nilesh Patel

Related posts

કોરોના સંક્રમણને ડામવા માટે ઈઝરાયલમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન…

Charotar Sandesh

દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટી મોટી દુર્ઘટના, ટેક્સી-વે પર અથડાયા બે વિમાન

Charotar Sandesh

ભારતીય મૂળનાં અમેરિકી વનિતા ગુપ્તાએ અમેરિકામાં ઇતિહાસ રચ્ચો…

Charotar Sandesh