USA : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન બોર્ડર ટેન્શન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સરહદ પરનાં તણાવને સમાપ્ત કરવા માટે અમેરિકા ભારત અને ચીન બંને સાથે વાત કરી રહ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું, “આ મુશ્કિલ સમય છે. અમે ભારત સાથે વાત કરી રહ્યા છીએ. અમે ચીન સાથે પણ વાત કરી રહ્યા છીએ. ત્યાં એક મોટી સમસ્યા છે.
જ્યારે ભારત અને ચીન વચ્ચેની પરિસ્થિતિનાં આકારણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે, “તેઓ સામસામે આવી ગયા છે. અમે શું થઈ શકે તે જોઇશું. અમે આ સંકટમાંથી બહાર આવવા પ્રયાસ કરીશું અને મદદ કરીશું.” પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ અમેરિકા ભારતની તરફેણમાં ઉભું રહ્યું છે. અમેરિકાએ કહ્યું હતું કે, સરહદ પર તણાવ વધારવા માટે ચીની સેનાએ કામ કર્યું છે. ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકોએ દેશ માટે પોતાનો જીવ આપી દીધો છે. યુએસ ગુપ્તચર સુત્રોનાં જણાવ્યાં અનુસાર આ અથડામણમાં ૩૫ થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા છે.
- Naren Patel