Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત-ચીન વચ્ચે સંઘર્ષની અસર હવે IPL ૨૦૨૦ પર પડે તેવી સંભાવના…

નવી દિલ્હી : લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદની અસર હવે ભારતીય ક્રિકેટ પર પણ પડશે એવું લાગી રહ્યું છે. ગલવાન ખીણમાં થયેલ ઝડપમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા તે અથડામણ બાદ, દેશમાં ચીની સામાનનો બહિષ્કાર કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે તેની અસર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૨૦) અને ટીમ ઈન્ડિયા પર પડશે એવા સંકેત મળી રહ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ સ્પોન્સર ચીની સ્માર્ટફોન કંપની વીવો છે. આટલું જ નહીં, કંપની ટૂર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ જાહેરાત પણ આપે છે. ચીની કંપનીએ ૨૦૧૮માં પાંચ વર્ષ માટે ૨,૧૯૯ કરોડ રૂપિયાનો કરાર મેળવ્યો હતો. આ વર્ષે હજુ સુધી આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ હાલની પરિસ્થિતિઓ વચ્ચે, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ચોક્કસપણે વિવોને લઈ મૂંઝવણમાં છે.

આ વર્ષે આઈપીએલ ૨૦૨૦ની વાસ્તવિક તારીખ ૨૯ માર્ચ હતી. પરંતુ કોરોના મહામારીના કારણે આને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઘણી વખત સંકેત આપ્યા છે કે બોર્ડ આઈપીએલ કરાવવા માટે ઉત્સુક છે. માહિતી મુજબ બોર્ડ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઇપીએલ માટેની વિંડોની શોધખોળ કરી રહ્યું છે. જો કે, આને લઈ કેટલીક અન્ય બાબતો પણ છે. જેમ કે, આ દરમિયાન એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. પરંતુ વર્લ્ડ કપના યજમાન ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સંજોગોમાં તેઓ આ ટૂર્નામેન્ટ કરાવી શકશે નહીં.

Related posts

આઇપીએલ : કિંગ્સ ઇલેવન પંજાબે નામ બદલીને પંજાબ કિંગ્સ ટીમ કર્યું…

Charotar Sandesh

ધોની ઘોડાને માલિશ કરી પ્રેમ વરસાવી રહ્યો, વિડીયો થયો વાયરલ…

Charotar Sandesh

દર્શકો વગર થઇ શકે છે જુલાઈમાં આઇપીએલ-૨૦૨૦ નું આયોજન…

Charotar Sandesh