Charotar Sandesh
ઈન્ડિયા

ભારત-નેપાળ વચ્ચે ’રોટી-બેટી’નો સંબંધ, કોઈ તાકાત તેને તોડી શકે નહીં : રાજનાથ સિંહ

કેટલીક ગેરસમજને વાતચીત દ્વારા ઉકેલીશું…

ન્યુ દિલ્હી : ભારત-નેપાળનો સંબંધ ’રોટી-બેટી’નો છે. દુનિયાની કોઈ પણ તાકાત આ સંબંધને તોડી શકશે નહીં. ભારત અને નેપાળ વચ્ચે જે પણ કોઈ ગેરસમજ હશે તો અમે તેને વાતચીત દ્વારા ઉકેલશું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઉત્તરાખંડના ભાજપ કાર્યકરોને ’જનસંવાદ રેલી’ના માધ્યમથી કરેલા સંબોધન દરમિયાન કરી.
તેમણે વધુમાં કહ્યું કે, “આપણા ત્યાં ગોરખા રેજિમેન્ટે સમયાંતરે પોતાના શૌર્યનો પરિચય આપ્યો છે. તે રેજિમેન્ટનો ઉદ્ઘોષ છે કે ’જય મહાકાળી, આયો રી ગોરખાલી’. મહાકાળી તો કોલકાતા, કામાખ્યા અને વિધ્યાંચલમાં વિદ્યમાન છે તો કેવી રીતે ભારત અને નેપાળનો સંબંધ તૂટી શકે? હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભારતીયોના મનમાં ક્યારેય નેપાળને લઈને કોઈ પણ પ્રકારની કટુતા પેદા થઈ શકે નહીં. આટલો ગાઢ સંબંધ અમારો નેપાળ સાથે છે. અમે બેસીને આ બધી સમસ્યાઓનું સમાધાન કરીશું.”
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “લિપુલેખમાં સરહદ સડક સંગંઠન દ્વારા બનાવવામાં આવેલો રોડ એકદમ ભારતીય સરહદની અંદર છે.” તેમણએ કહ્યું કે પહેલા માનસરોવર જનારા મુસાફરો સિક્કિમના નાથુલા રૂટથી જતા હતાં. જેનાથી વધુ સમય લાગતો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનએ લિપુલેખ સુધી એક લિંક રોડનું નિર્માણ કર્યું. જેનાથી માનસરોવર જવા માટે એક નવો રસ્તો ખુલી ગયો. આપણા પાડોશી દેશ નેપાળમાં આ રોડને લઈને કેટલીક ગેરસમજ પેદા થઈ. જેને વાતચીત દ્વારા ઉકેલીશું.
રાજનાથ સિંહે નેપાળને ભારતની સાથે તેની યાદોને યાદ અપાવવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે નેપાળની સાથે અમારા ફક્ત સામાજિક, ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો જ નથી. પરંતુ આધ્યાત્મિક સંબંધો પણ છે. ભારત-નેપાળનો સંબંધ રોટી-બેટીનો છે. દુનિયાની કોઈ તાકાત તેને તોડી શકે નહીં. તેમણે કહ્યું કે હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભારતીયોના મનમાં ક્યારેય નેપાળને લઈને કોઈ પણ પ્રકારની કટુતા પેદા થઈ શકે નહીં. એટલો ગાઢ સંબંધ અમારે નેપાળ સાથે છે.

Related posts

૨૬મી સુધી ખેડુતોના પ્રશ્નો હલ કરો નહીં તો મોટું આંદોલન : ટીકૈત

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં ઘમાસાણ : શિવસેના મંત્રી અબ્દુલ સત્તારનું રાજીનામું…

Charotar Sandesh

રાજકીય ઘમાસાણ : પં.બંગાળમાં રોડ શો દરમ્યાન ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Charotar Sandesh