વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલીના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળતા અટકાયત, ધાનાણી અને પોલીસ વચ્ચે તૂતૂમેંમેં…
ભરૂચ અને દહેજને જોડતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા તત્વો દ્વારા ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, ટ્રાફિકજામ થયો…
ભારત બંધમાં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાય તેવી જાહેરાત , 9 વાગવા છતાં યાર્ડમાં એક પણ દુકાનો ખુલ્લી નથી…
વડોદરા : ખેડૂતોના ભારત બંધના આહવાન સામે આજે ગુજરાતમાં નહિવત અસર જોવા મળી છે. ક્યાંક માર્કેટ બંધ રહ્યાં છે, પરંત ગુજરાતનું જનજીવન રાબેતામુજબ ધબકી રહ્યું છે. આ વચ્ચે ક્યાંક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં છે. વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર બંધને સમર્થન આપીને ટાયર સળગાવાયા છે.
ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઈવે પર કોંગ્રેસે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. જેના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજે 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના સમર્થનમાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે, બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવાશે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે.
નેશનલ હાઈવે પર ટાયર સળગાવાની ઘટનાને પગલે વડોદરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વડોદરા શહેરને ફરતે હાઈવે પર ભારત બંધના એલાનના પગલે વડોદરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેર ફરતે તમામ ચાર રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દુમાડ ચોકડી પર પોલીસ સ્ટેન્ડબાય મોડમાં આવી ગઈ છે. મહિલા પોલીસ સહિતનો કાફલો તૈનાત કરી દેવાયો છે. આંદોલનકારીઓ આવે તો ડિટેઈન માટે ડબ્બો પણ તૈયાર રખાયો છે.