Charotar Sandesh
ઈન્ડિયા

ભારત સરકારે વિઝા પરથી રોક હટાવી, પર્યટકો સિવાય બધાને આવવાની છૂટ…

ટૂરિસ્ટ વિઝા પર પ્રતિબંધ યથાવત્‌…

ન્યુ દિલ્હી : ભારત સરકારે ગુરુવારે વિદેશ યાત્રા કરનાર લોકો માટે ગુડ ન્યૂઝ આપ્યા છે. સરકારે એલાન કર્યુ છે કે વિદેશોમાં એવા ભારતીય નાગરિક જેમની પાસે ઓવરસીઝ સિટીઝન્સ ઑફ ઈન્ડિયા(ઓસીઆઈ) અને પર્સનન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન(પીઆઈઓ) કાર્ડ છે તેમની સાથે જ વિદેશી નાગરિક પણ કોઈ કામના કારણે દેશ આવી શકે છે. પરંતુ સરકારે ટુરિસ્ટ વિઝા પર આવતા લોકો માટ પ્રતિબંધ યથાવત રાખ્યો છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમણે કોરોના વાયરસ મહામારીના કારણે વિઝા અને પ્રવાસ પર જે પ્રતિબંધ લગાવ્યો હતો તેમાં અમુક રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયને યાત્રાના ચલણને પાછુ પાટા પર લાવવાનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના અધિકારી તરફથી કહેવામાં આવ્યુ છે કે સરકારે વિઝા અને યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઢીલ વિદેશી નાગરિકો અને એ ભારતીય નાગરિકો પર લાગુ થશે જે ભારત આવવા ઈચ્છે છે અથવા અહીંથી જવા ઈચ્છે છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રી તરફથી કહેવામાં આવ્યુ છે કે ઓસીઆઈ, પીઆઈઓ કાર્ડ હોલ્ડર્સ ઉપરાંત વિદેશી નાગરિક દેશમાં અધિકૃત હવાઈ કે જળ માર્ગ દ્વારા પ્રવેશ કરી શકશે. તે એ ફ્લાઈટ્‌સથી પણ આવી શકે છે જેમને વંદે ભારત મિશન હેઠળ એર ટ્રાન્સપોર્ટ બબલ વ્યવસ્થા કે પછી કોઈ નૉન શિડ્યુલ કૉમર્શિયલ ફ્લાઈટ્‌સ દ્વારા ઑપરેટ કરવામાં આવી રહી છે. જો કે પ્રવાસ દરમિયાન મુસાફરોએ આરોગ્ય મંત્રાલયની તરફથી નક્કી કરેલ દિશા-નિર્દેશોનુ પાલન કરવુ પડશે અને ક્વૉરંટાઈન અને બીજા પ્રોટોકૉલ માનવા પડશે. આ વર્ષે માર્ચથી જ કોરોના વાયરસના કારણે સરકારે એર ટ્રાવેલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Related posts

ઉરી સેક્ટરમાં પાકિસ્તાનનું ફાયરિંગ : બે જવાન શહિદ, ૪ નાગરિક ઘાયલ…

Charotar Sandesh

દિલ્હીના અધિકારી ઇંદોરમાં શી રીતે દરોડો પાડ્યો..?!!ઃ કપિલ સિબ્બલ

Charotar Sandesh

મંદીની અસર : હોન્ડા કંપનીએ ૨૫૦૦ કર્મચારીઓને ઘર ભેગા કર્યા…

Charotar Sandesh