Charotar Sandesh
ગુજરાત

ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા…

ભૂકંપના આંચકા આવતા સુરત, વલસાડ, ઓલપાડ, ભરૂચ, આણંદ,વડોદરા સહિતના વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાં…

વડોદરા : ગુજરાતની ધરા ફરી એકવાર ભુકંપથી ધણધણી ઉઠી છે. કચ્છ બાદ ભુકંપ ધીરે ધીરે આગળ વધી રહ્યો હોય તે પ્રકારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. સુરત, ભરૂચ અને વલસાડમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 3થી 4 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો.

માંગરોળ, માંડવી, બારડોલી અને ઓલપાડ સહિતનાં વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના પગલે સ્થાનિકો ખાસ કરીને ઉંચા બિલ્ડિંગમાં રહેલા લોકો નીચે દોડી આવ્યા હતા. જો કે હજી સુધી ભૂકંપના કારણે કોઇ પણ વ્યક્તિનાં જાન માલના નુકસાન અંગેની કોઇ માહિતી નથી. આ અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા અધિકારીક રીતે વાતનો સ્વિકાર કર્યો હતો. 04.3ની તિવ્રતાનો ધરતી કંજ 03.40 મિનિટે અનુભવાયો હતો. જે ભરૂચની આસપાસનાં 36 કિલોમીટર વિસ્તારમાં અનુભવાયો હતો.

બીજી તરફ આણંદમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયા હતા. શહેરના રાજશિવાલય વિસ્તારમાં આંચકાઓ અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપ અનુભવાયો હોવાની વાતો વહેતી થઇ છે. જીલ્લા કલેક્ટર દ્વારા 8 તાલુકાઓ પાસેથી આ અંગેના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરામાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હોવાનું સ્થાનિકો કરી રહ્યા છે. જો કે તેની તિવ્રતા ખુબ જ ઓછી હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ કલેક્ટર કે અન્ય કોઇ અધિકારીક રીતે તેની પૃષ્ટી થઇ નથી. આ ઉપરાંત પંચમહાલમાં પણ ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ ઉપરાંત પંચમહાલમાં પણ ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.

Related posts

રાજ્યમાં ઠંડી ૩ ડીગ્રી ગગડીને ૯.૯ ડીગ્રીએ પહોંચી, આબુમાં માઇનસ ૩ ડીગ્રી…

Charotar Sandesh

વડોદરાના ગુમ પરિવારની કાર કેનાલમાંથી મળી, પાંચેયના મૃતદેહ મળ્યાં…

Charotar Sandesh

30 જૂન સુધી વધારવામાં આવ્યું લોકડાઉન-5 : મોટી છૂટછાટ જાહેર : જાણો શું ખુલશે, શું બંધ રહેશે…

Charotar Sandesh