Charotar Sandesh
ધર્મ ધર્મ ભક્તિ

મંદિરમાં શા માટે લગાવવામાં આવે છે ઘંટડી, તેની પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે…

મંદિર નાનું હોય કે મોટું દરેક ધાર્મિક સ્થાનો પર ઘંટળી જરૂર લગાવવામાં આવે છે. અવાજ મંદિરોની પહેચાન છે અને જૂના સમયથી જ મંદિરોમાં ઘંટડીઓ લગાવવાની પરંપરા ચાલી આવી રહી છે. મંદિરમાં ઘંટ લગાવવાની અને ત્યાં વગાડવાની પાછળ ધાર્મિક ની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય મનીષ શર્મા અનુસાર જાણો મંદિરમાં ઘંટ લગાવવાના કયા-કયા લાભ મળે છે.

ઘંટડી ના અવાજ વિના પૂરી નથી થતી આરતી
દેવી-દેવતાઓની આરતી ઘંટડીના અવાજ વિના પૂર્ણ નથી થઇ શકતી. ભગવાનની આરતી માં ઘણા બધા પ્રકારના વાજિંત્ર વગાડવામાં આવે છે. તેમા ઘંટડીનું સ્થાન મહત્વપૂર્ણ છે. ઘરોમાં પણ પૂજા કરતાં સમયે અવશ્ય ઘંટડી વગાડવામાં આવે છે. ઘંટડીની ધ્વનિમાં શરીરને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. મંદિરોમાં જ્યારે પણ આ રીતે આરતી થાય છે તો અવાજથી લોકોના મનમાં ભક્તિભાવ જાગૃત થઈ જાય છે.

મંદિરોમાં ઘંટ લગાવવાના વૈજ્ઞાનિક લાભ
મંદિરમાં લગાવેલી નાની-મોટી બધી ઘંટડીઓના અવાજ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. ઘંટડી વગાડવા થી જે ધ્વનિ નીકળે છે તે ખૂબ જ ચમત્કારી હોય છે. હવામાન ઘણા એવા સૂક્ષ્મ કીટાણુઓનો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મંદિરોમાં લગાતાર એક લય માં ઘંટડી વગાડવા થી જે ધ્વનિ નીકળે છે તે આ જ હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરી નાખે છે.
સાથે જ ઘંટડીઓના અવાજથી વાતાવરણની નકારાત્મક ઉર્જા બેઅસર થઈ જાય છે. સકારાત્મક વાતાવરણ નિર્મિત થઈ જાય છે. ઘંટડીના અવાજથી આપણી એકાગ્રતા વધે છે, મન શાંત થાય છે, ચિંતન કરવાની ક્ષમતા વધે છે. નવી અને ધાર્મિક વિચાર જન્મ લે છે, બુદ્ધિનો વિકાસ થાય છે.

મંદિરમાં ઘંટડી વગાડવા થી મળે છે શુભ ફળ
પંડિત શર્માનાં અનુસાર નિયમિતરૂપથી આરતી કરવાથી અને લગાતાર ઘંટડી વગાડવા થી મંદિરમાં સ્થાપિત દેવીદેવતાઓની ચેતન્ય થઈ જાય છે .એવી પ્રતિમાઓની પૂજા અધિક પ્રભાવશાળી અને શીઘ્ર ફળ પ્રદાન કરવાવાળી હોય છે. પુરાણોમાં કહ્યું છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી આપણા ઘણા જન્મોનાં પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો તે સમયે જે અવાજ હતો તે અવાજ ઘંટળી ના અવાજ થી જેવો જ હતો.

Related posts

આજનું પંચાંગ

Charotar Sandesh

“માતૃ દિવસ” : જગતના અસ્તિત્વનો પાયો એટલે ‘માં’

Charotar Sandesh

જે લોકોનું બહાર કંઈ ન ચાલે એ પરીવારના સભ્યો સામે ઈગો કરે છે : જ્ઞાનવત્સલ સ્વામી…

Charotar Sandesh