ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રવિારે દેશને સંબોધન કર્યું હતું. તે દરમિયાન વડાપ્રધાન મોદીએલ આઝાદીના અમૃત મહોત્સવનો ઉલ્લેખ કર્યો હતો. સાથે તેમણે કહ્યું કે, આ મહોત્સ્વ ૨૦૨૩ સુધી ચાલશે. કોરોનાને લઈ વડાપ્રધાને કહ્યું કે, દેશમાં કોરોના સામે જંગ જીતવા માટે ‘દવાઈ ભી, કડાઈ ભી’ મંત્ર સાથે જીવવું પડશે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડામાં આવેલા દિવાદાંડી નો ઉલ્લેખ પણ કર્યો હતો.
મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, મે પ્રવાસનના વિવિધ પાસાઓ પર પણ અનેકવાર વાત કરી હતી. પરંતુ, દિવાદાંડી, પ્રવાસન રીતે ખાસ હોય છે. પોતાની ભવ્ય સંરચનાઓના કારણે દિવાદાંડી હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. પ્રવાસનને પ્રોસ્તાહન આપવા માટે ભારતમાં પણ ૭૧ લાઈટહાઉસની ઓળખ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડામાં આવેલા લાઇટ હાઉસનો ઉલ્લેખ કરતા કહ્યું, આ લાઈટ હાઉસ ખાસ એટલા માટે છેકે અહીંથી હવે સમુદ્ર તટ ૧૦૦ કિલોમીટરથી પણ વધુ દૂર છે. તમને આ ગામમાં એવા પથ્થરો પણ મળી આવશે. જે દર્શાવે છે કે, અહીં ક્યારેક વ્યસ્ત બંદર રહ્યું હશે. એનો મતલબ એ છે કે પહેલા દરિયા કિનારો ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું વધવુ-ઘટવુ અને તેનું દૂર થઈ જવું તે પણ એક તેનો સ્વરૂપ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, વર્ષ ૨૦૧૬ માં ગુજરાતના બનાસકાંઠામાં એક કાર્યક્રમ યોજાયો હતો. એ કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું હતું કે અહીં ઘણી સંભાવનાઓ છે. બનાસકાંઠા અને આપણા ખેડુતો મીઠી ક્રાંતિનો નવો અધ્યાય કેમ નથી લખતા? તમને જાણીને આનંદ થશે કે, આવા ટૂંકા સમયમાં બનાસકાંઠા મધના ઉત્પાદન માટેનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના ખેડુતો મધથી વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.