Charotar Sandesh
ઈન્ડિયા

મમતા બેનરજીના લોહીમાં એવુ શું છે કે જય શ્રી રામ બોલી શકતા નથી? : ભાજપ

મમતા બેનર્જી ભગવાન રામની ધરતી પર હરામીની જેમ વ્યવહાર કરે છે…

કલકત્તા : પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલિપ ઘોષે પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી માટે અત્યંત આપત્તિજનક શબ્દનો પ્રયોગ કર્યો છે.
દિલિપ ઘોષે કહ્યુ હતુ કે, મમતા બેનરજી ભગવાન રામની ધરતી પર એક હરામીની જેમ વ્યવહાર કરે છે. આખરે મમતાના લોહીમાં એવુ શું છે કે, તે જય શ્રી રામ નથી બોલી શકતી.મમતા બેનરજી કહે છે કે, આપણે બદલો નથી લેવાનો પણ બદલાવ કરવાનો પણ હું કહેવા માંગુ છું કે, ભઆજપ સત્તામાં આવશે એટલે અમારા કાર્યકરોની હત્યાનો બદલો લેવામાં આવે.
દિલિપ ઘોષ સતત વિવાદીત બયાન આપતા રહ્યા છે.આ પહેલા તેમણે પશ્ચિમ બંગાળની સરખામણી કાશ્મીર સાથે કરીને કહ્યુ હતુ કે, અહીંયા આતંકવાદી સંગઠનો સક્રિય બની ગયા છે.
જોકે બંગાળમાં જય શ્રી રામના મુદ્દા પર બબાલ અગાઉ પણ થઈ ચુકી છે.૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી આ નારો ઉછાળવામાં આવ્યો હતો ત્યારે પણ મમતા બેનરજી રોષે ભરાયા હતા.મમતા બેનરજીનો આરોપ હતો કે, ભાજપે આ નારાને રાજકીય સ્વરુપ આપ્યુ છે.
પશ્ચિમ બંગાળમાં ૨૦૨૧ ના મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવની છે અને ભાજપે અત્યારથી જ ચૂંટણી માટે આક્રમક પ્રચાર શરુ કરી દીધો છે.

Related posts

શું તમે ઓનલાઈન શોપીંગ ક૨ો છો? તો કો૨ોના વાઈ૨સ મફતમાં આવી શકે છે…

Charotar Sandesh

રશિયામાં તૈયાર કરાયેલ કોરોનાની રસી સ્પુતનિક-૫નું ભારતમાં ઉત્પાદન થશે…

Charotar Sandesh

ભારતમાં કોરોનાના ફરી ૫૦,૦૦૦થી વધુ પોઝિટિવ કેસ : ૭૦૪ લોકોના મોત…

Charotar Sandesh