મુંબઈ : બોલીવુડ અભિનેત્રી દિશા પટની અને આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ મલંગ જલ્દી રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મના અત્યાર સુધી રિલીઝ કરાયેલા ગીત દર્શકોને ઘણા પસંદ આવ્યા છે. આ સંજોગોમાં હાલમાં જ વધુ એક જબરજસ્ત ગીત રિલીઝ કરાયું છે. ફિર ના મિલે કભી… ગીત રિલીઝ થતાંની સાથે સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. લોકો આ ગીતને ઘણું પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી લાખો વ્યૂઝ મળી રહ્યા છે.
બોલીવુડ ફિલ્મ મલંગના આ ગીતના વીડિયોમાં દિશા પટની અને આદિત્ય રોય કપૂર રોમેન્ટિક અંદાજમાં દેખાય છે. આ ગીત બંનેની જુદાઇ પર છે. જેનું કારણ હ્રદયસ્પર્શી હોય એવું લાગી રહ્યું છે. આ ગીતને સિંગર અંકિત તિવારીએ ગાયું છે. જુઓ ગીતનો વીડિયો…
આ ગીતને પ્રિન્સ દુબેએ શબ્દો આપ્યા છે. કંઠની સાથે સંગીત પણ અંકિત તિવારીએ આપ્યો છે. આ ગીતનો વીડિયો જોઇ તમે પણ આ ફિલ્મના રિલીઝને લઇને ઉત્સુક થઇ ઉઠશો. મલંગના આ ગીતમાં બેકગ્રાઉન્ડ ગોવા બેઇઝ્ડ છે. આ ગીતને અત્યાર સુધી ૭૪ લાખથી વધુ લોકોએ જોયું છે.