Charotar Sandesh
બોલિવૂડ

મલાઇકા અરોડાએ સફેદ આઉટફિટમાં શેર કરી ગ્લેમરસ તસવીરો…

મુંબઈ : એક્ટ્રેસ મલાઇકા અરોડાએ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. ઇન્ડસ્ટ્રીમાં એકદમ ફિટ ગણાતી એક્ટ્રેસ મલાઇકાએ સન્ડે વાળા દિવસે ઇન્સ્ટાગ્રામ પર એક ગ્લેમરસ પૉસ્ટ કરી, જે ઝડપથી વાયરલ થઇ ગઇ છે. આ પૉસ્ટને અત્યાર સુધી લગભગ ૫ લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે, અને સાડા ચાર હજારથી વધુ કૉમેન્ટ પણ આવી ચૂકી છે. તમે વિચારી રહ્યા હશો કે પૉસ્ટમાં એવુ શું છે કે તે ફટાફટ વાયરલ થઇ રહી છે.
આ પૉસ્ટમાં મલાઇકાએ એકદમ સુંદર વ્હાઇટ આઉટફિટ પહેરેલો છે. આ ડ્રેસમાં મલાઇકા ગજબની સુંદર દેખાઇ રહી છે, એટલુ જ નહીં મલાઇકાની સુંદરતાને કમ્પ્લીમેન્ટ કરવાનુ કામ કરી રહી છે ગોલ્ડ ઇયરિંગ, અને સાથે હોઠ પર લાગેલી લાલ લિપસ્ટીક…. આ પૉસ્ટની સાથે મલાઇકાએ એક કેપ્શન પણ આપ્યુ છે – હેલો સન્ડે, માત્ર મુસ્કુરાઓ અને ખુશ રહો. નોંધનીય છે કે મલાઇકા અરોડા બૉલીવુડ સૌથી ફિટ અને હૉટ એક્ટ્રેસ ગણાય છે, અને જીમ અને યોગ સાથે જોડાયેલી તસવીરો પણ તે અવારનવાર શેર કરતી રહે છે.

Related posts

ફિલ્મ લક્ષ્મીના બમ ભોલે સોન્ગમાં અક્ષય કુમારે ૧૦૦ કિન્નરો સાથે ડાન્સ કર્યો…

Charotar Sandesh

લોકો મને પસંદ કરે તો હું ચોક્કસપણે રાજકારણમાં આવવાનું પસંદ કરીશ : કંગના

Charotar Sandesh

દિયા મિર્ઝાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું…

Charotar Sandesh