મુંબઈ : આ દિવસોમાં દુરદર્શન પર દર્શકોને જૂના એપિસોડ બતાવવામાં આવી રહ્યા છે. જેને લઈને સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા છે. હાલમાં મહાભારતને લઈને પણ માહોલ બંધાયો છે. એમાં અર્જુનની ભૂમિકા નિભાવનાર અભિનેતા ફિરોઝ ખાન ઘરે ઘરે ફેમસ છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે ઘણા નવા નવા ખુલાસા કર્યાં હતા અને યાદો તાજી કરી હતી. ફિરોઝ ખાને મહાભારતના સમયમાં પોતાનું નામ બદલીને અર્જુન રાખી લીધું હતું. હાલમાં ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને બાણ ચલાવતા જોઈને તેના પૌત્ર અને પૌત્રી પણ ઘણા ખુશ છે.
તેમજ તેણે કહ્યું કે- આ સમયમાં મહાભારત લોકો ખુશી ખુશી જોઈ રહ્યા છે એ પણ ગર્વની વાત છે. એ સાથે જ મહાભારતને ટીવીનું ગેમ ચેન્જર બતાવ્યું છે. ફિરોઝ ખાને ખુદ જણાવ્યું કે, અર્જુનના રોલ માટે પહેલા જેકી શ્રોફને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ અર્જુનનો રોલ કરવા માટે ફિરોઝ ખાન ખુબ જ ઉત્સુત હતો. તેને ફોન ન આવ્યો તો તે ખુદ ઓફિસ પહોંચી ગયો હતો. ફિરોઝ ખાને જણાવ્યું કે, પહેલા અર્જુનના રોલ માટે જેકી શ્રોફને પસંદ કર્યો હતો. મને જ્યારે એક અઠવાડિયા સુધી કોલ ન આવ્યો તો હું ઓફિસ ગયો. ત્યાં મને મુછ અને કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું.
પછી હું જ્યારે ચોપડા સાહેબની ઓફિસમાં ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે હું અર્જુનના રોલ માટે સિલેક્ટ થઈ ગયો છું. ફિરોઝ ખાન એવું માને છે કે, મહાભારત એના કરિયરને ઉંચાઈ પર લઈ જવા માટે ખુબ સારુ સાબિત થયું અને બધા દરવાજા ખોલી દીધા. તેમજ ફિરોઝ ખાને જણાવ્યું કે આ અર્જુનના રોલ પછી મને ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખાણ મળી.