Charotar Sandesh
વર્લ્ડ

મહાભિયોગ પ્રસ્તાવ : ટ્રમ્પની મોટી જીત, સેનેટે નિર્દોષ જાહેર કર્યા…

સત્તા-શક્તિના દુરુપયોગ મામલામાંથી ટ્રમ્પ મુક્ત,માત્ર ચાર મતથી બચી ગયા…

સેનેટે સત્તાનો દુરુપયોગના આરોપને ૫૨-૪૮ના અંતરથી કૉંગ્રેસની કાર્યવાહી કરવાના આરોપને ૫૩-૪૧ વોટના અંતરથી ફગાવી દીધા…

મહાભિયોગના સંકટથી બચનાર ટ્રમ્પ અમેરિકન ઈતિહાસના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા…

USA : અમેરિકાની સંસદના ઉપલા ગૃહ સેનેટે બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માહભિયોગના તમામ આરોપમાંથી મુક્ત કરી દીધા છે. તેમના પર સત્તાના દુરૂપયોગ કરવાનો તેમજ કોંગ્રેસ (અમેરિકન સંસદ)ના કામમાં અડચણ ઉભી કરવાનો આરોપ હતો. સેનેટમાં રિપબ્લિકન્સ (ટ્રમ્પના પક્ષ)નો બહુમત છે. સત્તાના દુરૂપયોગના આરોપમાં ટ્રમ્પને ૫૨-૪૮ તેમજ કોંગ્રેસના કામમાં રોડા નાંખવાના આરોપમાં ૫૩-૪૭ મત મળ્યા હતા. મહાભિયોગના સંકટમાંથી બહાર આવનાર ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા છે. અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ જોનસન તેમજ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને મહાભિયોગના આરોપનો સામનો કરવો પડ્યો હતો. ઉટાહના સેનેટર મેટ રોમની એકમાત્ર રિપબ્લિકન હતા, જેમણે ટ્રમ્પ વિરુદ્ધ (સત્તાના દુરૂપયોગના સમર્થનમાં) મત નાંખ્યો હતો. રોમનીએ કોંગ્રેસના કામમાં અવરોધ લાવવાના આરોપમાં ટ્રમ્પનું સમર્થન કર્યું હતું.

૧૮ ડિસેમ્બરના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ટ્રમ્પ સામે આક્ષેપ કરાયો હતો કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી પર ૨૦૨૦માં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બિડેન અને તેમના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે દબાણ કર્યું હતું. બિડેનના પુત્ર યુક્રેનની એક એનર્જી કંપનીમાં ઉચ્ચ અધિકારી છે. ટ્રમ્પ સામે એવો આક્ષેપ પણ હતો કે તેમણે રાજકીય લાભ માટે યુક્રેનને મળતી આર્થિક મદદને અટકાવી હતી.

અમેરિકાના ઈતિહાસમાં ત્રીજી વખત એવું બન્યું છે કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ હોય. અગાઉ બન્ને રાષ્ટ્રપતિ વિરુદ્ઘ તેમના બીજા કાર્યકાળમાં આ કાર્યવાહી થઈ હતી જ્યારે ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમને પહેલા જ કાર્યકાળમાં મહાભિયોગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચમાં યુએસ લોકશાહીનું વરવું પ્રદર્શન…
દરમિયાન મંગળવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયન (સંસદના બન્ને ગૃહ)ને સંબોધન કર્યું હતું. ટ્રમ્પના સંબોધન પૂર્વે તેઓ ગૃહમાં પ્રવેશ્યા ત્યારે સ્પીકર નેન્સી પેલોસીએ તેમની સાથે હસ્તધૂનન કરવા હાથ લંબાવ્યો હતો જો કે ટ્રમ્પે તેમની સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ત્યારબાદ ટ્રમ્પનું ભાષણ પૂર્ણ થયું ત્યારે પેલોસીએ ટ્રમ્પના ભાષણની નકલના દસ્તાવેજને સંસદમાં જ ફાડી નાંખ્યા હતા. આમ યુએસની લોકશાહીનું વરવું પ્રદર્શન જોવા મળ્યું હતું.

  • Nilesh Patel

Related posts

બોમ્બ ધડાકાથી શ્રીલંકા ફરી ધણધણી ઉઠ્યું, કોલંબોની પાસે વધુ એક બ્લાસ્ટ

Charotar Sandesh

દુનિયાભરના સર્વશ્રેષ્ઠ સીઇઓમાં ભારતના ૧૦ સીઇઓનો સમાવેશ…

Charotar Sandesh

ન્યૂયોર્કમાં દેખાવકારો પર મહિલાની કાર ધસી ગઇ, સંખ્યાબંધ લોકોને ઇજા થઇ…

Charotar Sandesh