Charotar Sandesh
સ્પોર્ટ્સ

મહિલા વર્લ્ડકપ : ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા પાંચમી વાર ચેમ્પિયન બન્યુ…

ટી-૨૦ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ભારતને ૮૫ રને હરાવ્યું…

ઓસ્ટ્રેલિયાના ૧૮૫ રનના લક્ષ્યાંક સામે ભારત માત્ર ૯૯ રનમાં જ ઓલઆઉટ,તમામ બેટ્‌સમેનો ફ્લૉપ…

મેલબર્ન : આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાનું સપનું ટીમ ઈન્ડિયા માટે ફરી અધુરું રહી ગયું છે. ઑસ્ટ્રેલિયા એ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બેટિંગમાં કૌવત દર્શાવતા ૨૦ ઓવરના અંતે ૪ વિકેટ ગુમાવીને ૧૮૪ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ૧૮૫ રનનો ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ દબાણમાં હોય તેવું લાગી રહ્યું હતું. ભારતે ૩૦ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દેતાં પ્રેશરમાં આવી ગઈ હતી અને આ નુકસાન તેમને મેચ હાર સુધી લઈ ગયું હતું. ભારતની આખી ટીમ ૧૯.૧ ઓવરમાં ૯૯ રને ઓલઆઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયા રને ફાઇનલ મેચ જીતીને પાંચમી વાર ચેમ્પિયન બની છે.
ઑસ્ટ્રેલિયાએ ૧૮૫ રનનો વિશાળ ટાર્ગેટ આપતાં ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ હોય એ રીતે મેદાનમાં ઉતરી. ભારતની શરૂઆત સારી ન રહી શેફાલી વર્મા માત્ર બે રન કરીને આઉટ થઈ. ગઈ. ત્યારબાદ જેમિમા કોઈ ખાતું ખોલાયા વગર જ પેવેલિયન પરત ફરી. ભારતની ઇનિંગ થોડી સુધરે તે પહેલાં જ ૧૮ રનના સ્કોરે સ્મૃતિ મંધાના (૧૧) રને આઉટ થઈ ગઈ. ભારતનો સ્કોર ૩૦ રને પહોંચ્યો ત્યારે કેપ્ટન હરમનપ્રિત કૌર (૪) જોનાસનનો શિકાર બની ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સ્કોર દિપ્તી શર્માએ કર્યો હતો. દિપ્તી ૩૩ રનના સ્કોરે નિકોલા કૈરીની ઓવરમાં તેને જ કેચ આપી દેતાં ભારત હારના આરે આવી ગયું.
ઑસ્ટ્રેલિયા માટે બેથ મૂનીએ સૌથી વધુ ૭૮ રન ફટકાર્યા જ્યારે એલિસા હિલીએ ૩૯ બોલમાં ૭૫ રન ફટકાર્યા. એલિસા હિલીને રાધા યાદવે વેદા કૃષ્ણામૂર્તિના હાથે કેચ આઉટ કરાવી. ભારત માટે દિપ્તી શર્માએ ૪ ઓવરમાં ૩૮ રન આપીને ૨ વિકેટ ઝડપી. ત્યારબાદ મેગ લેનિંગ (૧૬) અને એશલે ગાર્ડનર (૨) રન બનાવીને આઉટ થઈ ગઈ. દિપ્તીએ કેપ્ટન મેગ લેનિંગને (૧૬)ને શિખા પાંડેના હાથે કેચ આઉટ કરાવી. ત્યારબાદ એશલે ગાર્ડનારે તાનિયા ભાટિયાએ સ્ટમ્પ આઉટ કરી.
આ પહેલા ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને બોલિંગ આપી. ભારતને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. ભારતીય ટીમ પહેલીવાર ટી-૨૦ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. હવે ખિતાબ માટે તેમની સામે એક એવી ટીમ છે જે ચાર વાર ચેમ્પિયન રહી ચૂકી છે. ભારતીય ટીમ આ પહેલા ત્રણ વાર ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૮માં સેમીફાઇનલમાં પહોંચી હતી.

Related posts

બે બે વખત હેટ્રિક લેનાર બોલરોમાં ભારતનો એક માત્ર કુલદીપ યાદવ…

Charotar Sandesh

અશ્વિન સૌથી વધુ લેફ્ટ હેન્ડર બેટ્‌સમેનને આઉટ કરનાર ટેસ્ટ બોલર…

Charotar Sandesh

આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જાન્ટી રોડ્‌સ

Charotar Sandesh