આણંદ : સમગ્ર ગુજરાત રાજયમાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી વેબના અને વંદે ચેનલ-૧ ઉપરથી લાઇવ પ્રસારણના માધ્યમથી કરવામાં આવી રહી છે.
મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી અંતર્ગત આણંદ ખાતે નાયબ પોલીસ અધિકક્ષશ્રીના હેડક્વાર્ટર ગઇકાલે તા. 12મીના રોજ મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણીમાં તાલીમ લઈ રહેલ પોલીસ કોન્સ્ટેબલની 30 બહેનો તેમજ બાળ સુરક્ષા અધિકારી શ્રી મનિષાબેન, પોલિસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર આણંદ, પેટલાદના કાઉન્સિલર તથા ડી.વાય.એસ.પી. કચેરીના ધર્મેશભાઈ જોડાયા હતા.
મહિલા કાનૂની દિવસ નિમિત્તે ઉપસ્થિત સૌએ વંદે ચેનલ-૧ પરથી પ્રસારિત થઇ રહેલ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી મહિલાઓના લગતા વિવિધ કાયદાઓ વિશે જાણકારી મેળવી હતી. જયારે કાર્યક્રમ દરમિયાન સ્ત્રી અત્યાચાર અને ભારતીય દંડ સહિત ફોજદારી કાયદો તથા સુધારણા 2013 વિશે પશ્નોત્તરીના સ્વરૂપમા ચર્ચા કરવામાં આવી હતી.