Charotar Sandesh
ગુજરાત

માંગણી નહિ સંતોષતા ગુરુવારે રાજ્યમાં અંધારપટ સર્જવાની વીજ કર્મીઓની ચીમકી…

અમદાવાદ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. જીયુવીએનએલ અને તેને સંલગ્ન વીજ કંપનીઓના અધિકારી, કર્મચારીઓએ બપોરે રાજ્યભરમાં ૬૦૦થી વધુ વીજ કચેરીઓની બહાર સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. ૪૪ હજાર જેટલા વીજ કર્મચારીઓએ આગામી બુધવાર સુધીમાં ગુજરાત સરકાર સાતમા પગારપંચ સહિત પળતર માંગણીઓને નહીં ઉકેલે તો તે ગુરુવારે સામુહિક રજા ઉપર ઉતરીને રાજ્યમાં અંધારપટ સર્જવાની ચિમકી આપી છે.
સરકારી વીજ વિતરણ કંપનીઓના સાત મોટા સંગઠનોની ગુજરાત ઉર્જા સંયુક્ત સમિતિના સંયુક્ત સમિતિના સંયોજકોએ શનિવારે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો યોજ્યા બાદ સોમવારથી કાળીપટ્ટી પહેરીને કામ કરવાનું એલાન આપ્યું છે. સંયોજકોનું કહેવું છે કે, અમારા પગારપંચ માટે સરકારે ભંડોળ આપવાનું હોતું નથી. એક રીતે સ્વનિર્ભર વીજ કંપનીઓમાં સાતમાં પગારપંચનો નાણાકીય બોજા માટે બજેટમાં અલગ જોગવાઈ પણ કરી છે.
જેને સરકારે માત્ર મંજૂરી આપવાની થાય છે. ગતવર્ષે જાન્યુઆરીમાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે ૧લી જાન્યુઆરી ૨૦૧૬ની અસરથી સાતમા પગાર પંચનો અમલ કરી એરિયર્સ સહિતની રકમ ચૂકવવાની જાહેરાત કરી હતી. જો કે, પાછળથી નાણા વિભાગે અગમ્ય કારણોસર તેને મંજૂરી આપી નથી. આ સંદર્ભે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ જ નિર્ણય થયો નથી. આથી, ૨૧ જાન્યુઆરીને ગુરુવારે માસ સીએલનું એલાન કરાયું છે.

Related posts

રાજ્ય સરકારની યોજના અંગે ધારાસભ્યને પણ ખબર નથી તો લોકોની તો વાત ક્યાં કરવી ?!

Charotar Sandesh

કોરોનામાં ડાયરો : આયોજકની ધરપકડ, ૧૨ સામે ફરિયાદ, ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ…

Charotar Sandesh

ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા-કોલેજ ખોલવા અંગે નિર્ણય લેવાશે : ભુપેન્દ્ર ચુડાસ્મા

Charotar Sandesh