Charotar Sandesh
ઈન્ડિયા

માર્કેટ યાર્ડો બંધ નહીં થાય, એમએસપી પર લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને બિહારને ૧૪ હજાર કરોડની ભેટ આપી…

અત્યાર સુધી ખેડૂતોના હાથ-પગ બંધાયેલા હતા,શકિતશાળી ટોળીઓ ઉભી થઇ ગઇ’તી,ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવાતો હતો, ખેડૂતોનો વધુ વિકાસ થશે,ખેડૂત – કૃષિ સમૃધ્ધ બનશેઃ વડાપ્રધાન

મંડીઓ બંધ થશે નહીં,ખેડૂતોને નવી આઝાદી મળી,ટેકાના ભાવની સિસ્ટમ ચાલુ રહેશે,આ બિલની અસર દેખાવ માંડી છે, ખેડૂતોને મળી રહ્યા છે સારા ભાવ…

ખેડૂતોને વિપક્ષની વાતોમાં ન આવી જવા માટે પીએમ મોદીએ કરી અપીલ…

ન્યુ દિલ્હી : વિધાનસભાની ચૂંટણી પૂર્વે બિહારને ભેટ મળવાનો સિલસિલો ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારને લગભગ ૧૪ હજાર કરોડની ભેટ આપી હતી. પીએમ મોદીએ ૯ હાઇવે પ્રોજેક્ટની સાથે બિહારના અંદાજે ૪૬ હજાર ગામડાને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડવા માટે ઘર સુધી ફાઇબર યોજનાનું ઉદ્ઘાટન કર્યું. બિહારની આ યોજનાઓમાં રૂ. ૧૪,૦૦૦ કરોડના ૯ હાઇવે પ્રોજેક્ટ્‌સ અને ‘ઘર સુધી ફાઇબર’ પ્રોગ્રામનો કાર્યક્રમ સામેલ છે. જેમાં ૪૫,૯૪૫ ગામોને ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓથી જોડવામાં આવશે. મોદીએ કહ્યું કે હું બિહારને આ પ્રોજેક્ટ્‌સ માટે અભિનંદન આપું છું. બિહાર માટે આ મોટો પ્રોજેક્ટ છે પરંતુ આજનો દિવસ ભારત માટે પણ મોટો છે. ભારતને આત્મનિર્ભર બનાવવાની શરૂઆત બિહારથી થઇ રહી છે. એક દિવસમાં બિહારના ૪૫ હજાર ગામોને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવશે.
કૃષિ બિલના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે દેશની સંસદે દેશના ખેડૂતોને નવા અધિકારો આપતા ખૂબ ઐતિહાસિક કાયદા પસાર કર્યા હતા. હું દેશની જનતા, દેશના ખેડૂતો અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદી પ્રજાને તેના માટે અભિનંદન આપું છું. આ સુધારાઓ ૨૧મી સદીના ભારતની જરૂરિયાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું દેશના દરેક ખેડૂતને ખાતરી આપું છું કે એમએસપી એટલે કે ટેકાના ભાવની વ્યવસ્થા પહેલાની જેમ કાર્યરત રહેશે. તેવી જ રીતે, દર સીઝનમાં સરકારી ખરીદી માટે જે રીતે અભિયાન ચલાવવામાં આવે છે તે પહેલાની જેમ ચાલુ રહેશે.
વડાપ્રધાને કહ્યું કે અત્યાર સુધીમાં પેદાશો વેચવાની જે સિસ્ટમ ચાલતી હતી, જે કાયદો હતો, તેમણે ખેડૂતોના હાથ-પગ બાંધી દીધા હતા. આ કાયદાઓની આડમાં દેશમાં એવી શક્તિશાળી ગેંગનો જન્મ થયો હતો જે ખેડૂતોની લાચારીનો લાભ લઈ રહ્યા હતા. છેવટે, આ કેટલો સમય ચાલતું રહેત? નવા કૃષિ સુધારણાથી ખેડૂતને એ સ્વતંત્રતા મળી છે કે તે પોતાનો પાક કોઈપણ જગ્યાએ, કોઈને પણ પોતાની શરતે વેચી શકે છે. જો તેને બજારમાં વધુ નફો મળશે તો ત્યાં પોતાનો પાક વેચશે. જો મંડી સિવાય બીજે ક્યાંય વધારે લાભ મળી રહેશે તો ત્યાં વેચવા માટે કંઇ મનાઇ નહીં હોય.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોને આઝાદીના ઘણા ફાયદાઓ મળવાનું શરૂ થઇ ગયું છે, કારણ કે તેનો વટહુકમ થોડા મહિના પહેલા નીકળી ગયો હતો. એવા રાજ્યો જ્યાં બટાકા બહુ થાય છે ત્યાંથી રિપોર્ટસ છે કે જૂન-જુલાઇ દરમ્યાન જથ્થાબંધ ખરીદદારોએ ખેડૂતોને વધુ ભાવ આપીને સીધા કોલ્ડ સ્ટોરેજમાંથી જ બટાકા ખરીદી લીધા છે. મધ્યપ્રદેશ, યુપી, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કઠોળ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ રાજ્યોમાં ગયા વર્ષની તુલનામાં ૧૫ થી ૨૫ ટકા વધુ ભાવ ખેડૂતોને સીધા મળ્યા છે. કઠોળ મિલો એ ત્યાં પણ સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરી છે, સીધી તેમને જ ચૂકવણી કરી છે.
પીએમે ખાતરી આપી હતી કે નવી સિસ્ટમના કારણે માંડીઓ બંધ રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે હવે દેશ અંદાજો લગાવી શકે છે કે અચાનક કેટલાક લોકોને શા માટે સમસ્યાઓ થવા લાગી છે, તે કેમ થઈ રહી છે. ઘણી જગ્યાએ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે હવે કૃષિ મંડીઓનું શું થશે. કૃષિ મંડીઓ બિલકુલ બંધ થશે નહીં.

Related posts

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર : આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ નહિ આપવો પડે…

Charotar Sandesh

વહુને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર : સુપ્રિમનો મોટો ચુકાદો…

Charotar Sandesh

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ લાગે છે ચૂંટણીપંચની શÂક્તઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો

Charotar Sandesh