Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા પેટલાદ પાલિકાનો ફિલ્મી સ્ટાઈલમાં પ્રયાસ…

પેટલાદ : કોરોના સંક્રમણના સમયમાં જો તમે માસ્ક નથી પહેર્યું તો તમે પેટલાદ શહેરના સૌથી મોટા વિલન છો! પેટલાદ નગરપાલિકાએ માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો છે.

શહેરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં હોર્ડિંગ્સ પર બોલીવુડના સૌથી મોટા વિલન મુગેમ્બો અને ગબ્બરસિંગના ફોટા મૂકીને લોકોને માસ્ક માટે ખાસ કહેવામાં આવ્યું છે.

ફિલ્મી વિલન પાત્રો જેવા કે સોલે પિક્ચરના ગબ્બર અને મીસ્ટર ઈન્ડિયાના મુગેમ્બોના પાત્રોનો સહારો લઈને જુદા જુદા પોસ્ટરો બનાવી શહેરના વિવિધ માર્ગો ઉપર મુકવામાં આવ્યા છે. પાલિકાના આ કાર્યને સૌએ બીરદાવ્યું હતું.

Related posts

બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો

Charotar Sandesh

આણંદ પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવામાં સત્તાનું રાજકારણ : વાહનચાલકોમાં અકસ્માતનો ભય…

Charotar Sandesh

યુક્રેનમાં અભ્યાસ કરતા આણંદના બે વિદ્યાર્થીઓ સાંસદ મિતેષભાઈ પટેલની રાહબરી હેઠળ પરત આવશે

Charotar Sandesh