Charotar Sandesh
બોલિવૂડ

મિથુન ચક્રવર્તી ’અનુપમા’ શોનાં સેટ પર પહોંચ્યા, તસવીરો થઇ વાયરલ…

મુંબઈ : ટીવીનાં નંબર વન શો ’અનુપમા’ ઘણાં સમયથી ટીઆરપીમાં નંબર વન છે. શોની કહાની સૌને ખુબજ પસંદ આવી રહી છે. જેને કારણે તે ઘર ઘરમાં જોવાઇ રહી છે. હાલમાં શો ’અનુપમા’નાં સેટની કેટલીંક તસવીરો વાયરલ થઇ છે. જેમાં મિથુન ચક્રવર્તી પહોંચ્યા હતાં.
હાલમાં શોની સ્ટાર કાસ્ટને સેટ પર મોટી સરપ્રાઇઝ મળી. મદાલસા શર્માનાં સસરા અને દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તી રૂપાલી ગાંગુલી- સુધાંશુ પાંડે અભિનિત શો અનુપમાનાં સેટ પર અચાનક પહોંચે છે. તેને જોઇ ચોકી ગયા અને ખુશી જાહેર કરતાં નજર આવે. અનુપમાનાં પ્રોડક્શન હાઉસનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોની ટીમની સાથે મિથુન ચક્રવર્તીની એક તસવીર શેર કરી છે. તસવીરમાં મિથુન ચક્રવર્તી ટીવી શો અનુપમાની આખી ટીમ સાથે નજર આવે છે. આ શેર કરતાં તેમણે લખ્યું, ’ઈંઅનુપમા સેટ પર અચાનક આવ્યા મિથુન ચક્રવર્તીનો ખુબ ખુબ આભાર!’
હાલમાં જ અનુપમાનાં સેટ પર રુપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેની વચ્ચે અણબનાવની અફવા આવી હતી. કહેવાય છે કે, કલાકાર બે ગ્રુપમાં વહેચાંઇ ગયા છે. એકમાં રુપાલી ગાંગુલી, અલ્પના બુચ, આશીષ મેહરોત્રા અને મુસ્કાન બામને છે. બીજા ગ્રુપમાં સુધાંશુ પાંડે, અધા ભોંસલે, મદાલસ શર્મા અને પારસ કલનાવત છે. જોકે સુધાંશુ પાંડેએ આ તમામ ખબરોનું ખંડન કર્યું છે. અને આ અફવાઓ પાયા વિહોણી છે તેમ જણાવ્યું છે, આખી કાસ્ટમાં કોલ્ડ વોર અને ગ્રુપીઝમની ખબરો તદ્દન ખોટી હોવાની વાત સુધાંશુએ જણાવી છે.

Related posts

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત કોરોના પોઝિટીવ : હાલ સેલ્ફ આઈસોલેશનમાં…

Charotar Sandesh

માધુરી દીક્ષિત વેબ વર્લ્ડમાં ડેબ્યુ કરશે…

Charotar Sandesh

બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂર થયો કોરોનાગ્રસ્ત, થયો હૉમ ક્વૉરન્ટિન…

Charotar Sandesh