ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગનાં સંયુક્ત ઓપરેશન…
મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઇમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. તેવું કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ૧૯૧ કિલો હેરોઇનની(ડ્રગ્સ)ની કિંમત એક હજાર કરોડ છે. ઉલ્લેખનીય છે આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી મુંબઈના નવી સેવા બંદરેથી આ માલ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો માલ દરિયાના માર્ગે અફઘાનિસ્તાનથી થઈ મુંબઈ બંદરે પહોંચ્યો હતો. ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગનાં સંયુક્ત ઓપરેશનમાં આ માલ જપ્ત કરવામાં આવ્યો છે, આ મામલામાં ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મામલામાં રેવન્યુ વિભાગે જણાવ્યું છે કે આ સંબંધમાં ધરપકડ કરાયેલા ૨ લોકોને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ૧૪ દિવસની કસ્ટડીમાં માં મોકલવામાં આવ્યા છે. આ તમામ ડ્રગ્સ ઘણા કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવ્યા હતા. કન્ટેનરના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ, તસ્કરોએ ડ્રગ્સને પ્લાસ્ટિકની પાઈપમાં સંતાડીને રાખ્યું હતું.
આ પાઇપ પર એ રીતે પેઇન્ટ કરવામાં આવ્યું હતું જેથી તે વાંસના ટુકડા જેવા લાવે. તસ્કરોએ આને આયુર્વેદિક દવા બતાવી હતી. આ મામલે ડ્રગ્સના ઈમ્પોર્ટ ડોક્યુમેન્ટ તૈયાર કરનાર ૨ કસ્ટમ હાઉસના એજન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ મામલે અન્ય કેટલાંક લોકોની ધરપકડની વાત પણ થઇ રહી છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર, દિલ્હીના એક ફાઇનાન્સરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને મુંબઈ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.