ગાંધીનગર : આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં તમામ એસપી, પોલીસ કમિશનર અને રેન્જ આઈજી બેઠકમાં જોડાયાં હતા. આ બેઠકમાં ક્રાઈમ રેશિયો અને લો એન્ડ ઓર્ડર મુદ્દે ચર્ચા કરવામાં આવી. જેને લઇને સીએમ રૂપાણીએ પોલીસ અધિકારીઓને અસામાજિક પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેવા સ્પષ્ટ સુચના આપી છે. સીએમ રૂપાણીએ કહ્યું પોલીસ વિભાગના કામમાં સરકાર રોકટોક નહીં કરે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરોના રેન્જ આઈજી, સીપી, અને તમામ એસપી સાથે બેઠક કરી હતી. જેમાં સીએમ રૂપાણીએ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપી છે. રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેવા સીએમ દ્વારા સુચના આપવામાં આવી છે. રાજ્યમાં અસામાજિક તત્વોના આંતકને લઇની સીએમ વિજય રૂપાણીએ પોલીસ અધિકારીઓને કડક હાથે કામ લેવા સૂચના આપી છે. સીએમ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે પોલીસ વિભાગના કામમાં સરકાર રોકટોક નહીં કરે. સીએમ રૂપાણીએ મહાનગરોના રેન્જ આઇજી, પોલીસકમિશનર અને તમામ એસપી સાથે વાતચીત કરી. જેમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોના આંતકના વીડિયો સામે આવે છે. જેમાં તોડફોડના મામલાઓ સામે આવે છે. જેને લઇ હવે સીએમએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. રાજ્યમાં ક્રાઇ રેશિયો અને લો એન્ડ ઓર્ડર મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી.