Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે શ્રી ચૈતન્‍ય સંઘાણી લિખિત ચાર પુસ્‍તિકાઓનું વિમોચન…

આણંદ જિલ્‍લા માટે ગૌરવની વાત…

આણંદ : રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે આણંદની જિલ્‍લા કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં તેમજ ફરજની સાથોસાથ લેખક અને પ્રવચનકાર એવા શ્રી ચૈતન્‍ય સંધાણી લિખિત શાશ્વત સુખની માસ્‍ટર કી (ગુજરાતી અને હિન્‍દી) તેમજ સમાધાન સંભવ છે (ગુજરાતી અને હિન્‍દી) એમ ચાર પુસ્‍તકોનું ગાંધીનગર ખાતે મુખ્‍ય મંત્રીશ્રીના કાર્યાલયમાં વિમોચન કરવામાં આવ્‍યું હતું.

ભારતીય આધ્‍યાતિમકતાની વિવિધ વાતોને સરળ રીતે સમજાવી જીવનના પ્રશ્નોના સરળ ભાષામાં ઉકેલ આપતા સરળ પુસ્‍તકમાં લેખક શ્રી ચૈતન્‍ય સંધાણીએ જીવનના સૌના રોજિંદા પ્રશ્નોનો ઉકેલ આપણા અધ્‍યાત્‍મના અનંત ખજાનામાં રહેલો છે જ તેને બસ સહજ દ્રષ્‍ટિકોણથી જોવાની જરૂર છે તેવું તેમણે આ પુસ્‍તકો દ્વારા પ્રતિપાદિત કર્યું છે.

આ પુસ્‍તકોમાં પરમાત્‍માના માર્ગે આગળ વધવા તથા આધ્‍યાત્‍મિક સાક્ષાત્‍કાર કરવા માંગતા સાધકોને સ્‍પર્શતા પ્રશ્નો બાબતેની પણ સરળ ભાષામાં દ્રષ્‍ટાંતો સાથે ચર્ચા કરવામાં આવેલી છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, શ્રી ચૈતન્‍યભાઇ સરકારી સેવામાં આખો દિવસ ફરજો બજાવતા હોવા છતાં તેઓ ભારતીય આધ્‍યત્‍મને લોકો સુધી પહોંચાડવા માટેની અનેક પ્રવૃત્તિઓ કરતા રહે છે.

યુવાનો વાંચન સાથે જોડાઇ રહે તેવી પ્રવૃત્તિઓ તેઓ સતત વર્ષોથી ચલાવી રહ્યા છે તથા યુવાનોમાં ભારતીય આધ્‍યાત્‍મ પ્રત્‍યે રસ જાગૃત થાય તેવા અનેક સફળ પ્રયોગો પણ તેઓ કરી ચૂકયા છે.  વાંચકો માટે તથા યુવાનો માટે આ પુસ્‍તકો જીવનનું ઉત્તમ ભાથું બની રહેવી તેવી અદ્દભૂત વાતોનો સંગ્રહ સમાવવામાં આવ્‍યો છે.

કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં શ્રી ચૈતન્‍ય સંઘાણી દ્વારા લિખિત ચાર પુસ્‍તકોનું રાજયના મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે વિમોચન કરવામાં આવતાં જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર સહિત જિલ્‍લા વહીવટીતંત્રના અમલીકરણ અધિકારીઓએ શ્રી ચૈતન્‍ય સંઘાણીને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આમ, શ્રી ચૈતન્‍ય સંઘવીએ જિલ્‍લા વહીવટીતંત્રનું જ નહીં પણ આણંદ જિલ્‍લાનું ગૌરવ વધાર્યું છે.

Related posts

વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠક

Charotar Sandesh

આણંદ જિલ્લાના નાગરિકોને નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કલેકટર આર.જી.ગોહિલનો સંદેશ…

Charotar Sandesh

આણંદ ભાજપ નેતા કેતન બારોટે જનસંપર્ક કાર્યાલયમાં શક્તિપ્રદર્શન કર્યું…

Charotar Sandesh