કાશ્મીરમાં નજરકેદ અબ્દુલ્લા અને મુફ્તી ઝડપથી છૂટે તેવી પ્રાર્થના કરીશ…
ન્યુ દિલ્હી : ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો ઉલ્લેખ કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે મુસલમાન જિગરનો ટુકડો છે અને સાંપ્રદાયિક રાજનીતિનો પ્રશ્ન જ પેદા થતો નથી. રક્ષા મંત્રીએ આઈએએનએસને આપેલા સાક્ષાત્કારમાં આ ધારણાને ફગાવતા કહ્યુ કે મોદી સરકાર ધાર્મિક લઘુમતીઓ વિરૂદ્ધ છે.
રાજનાથ સિંહે કહ્યુ કે મે પહેલા પણ પોતાની મેરઠ અને મેંગલુરૂની રેલીમાં કહ્યુ છે કે મુસલમાન ભારતનો નાગરિક અને અમારો ભાઈ છે તે અમારા જિગરનો ટુકડો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સરકારે શરૂઆતથી જ મુસ્લિમ નાગરિકોની અંદર ડર દૂર કરવા અને તેમાં આત્મવિશ્વાસ ભરવાનો પ્રયત્ન કર્યો છે.
રક્ષામંત્રીએ કહ્યુ, કેટલીક તાકાત છે જે તેમને ગેરમાર્ગે દોરી રહી છે પરંતુ ભાજપ કોઈ પણ સ્થિતિમાં ભારતના લઘુમતી વિરૂદ્ધ જઈ શકે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆતથી જ સૌનો સાથ, સૌના વિકાસનું સૂત્ર આપ્યુ છે. જાતિ, ધર્મ અને રંગના આધારે ભેદભાવનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. અમે આ વિશે વિચારી જ શકતા નથી.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી ઝડપથી નજરકેદમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરીશ. હું આશા રાખું છું કે આ બન્ને છૂટ્યા પછી જમ્મુ કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપશે.