ન્યુ દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરતા અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડી’ઝે દેશના અર્થતંત્રનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંચાલન ‘ભંગાર કરતા ડગલું ઉપર’ હોવાનું જણાવ્યું છે. રાહુલ ગાંધીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિ્વટર પર એક અહેવાલને ટ્વીટ કરતા મોદી સરકારને આડેહાથ લીધી હતી.
રાહુલે વધુમાં જણાવ્યું કે ગરીબો, નાના અને મધ્યમ ઉદ્યોગોને સમર્થનનો અભાવ હજુ વધુ ખરાબ સયય બાકી હોવાનું સુચવે છે. મૂડી’ઝે ભારતનું રેટિંગ બીએએટુથી ઘટાડીને બીએએથ્રી કર્યું હતું તેમજ આઉટલૂક નેગેટિવ યથાવત્ રાખ્યું હતું. મૂડી’ઝે ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કરતા કેન્દ્ર સરકાર માટે નીચા ગ્રોથનો પડકાર તેમજ નીતિવિષયક બાબતોને લાગુ કરવી વધુ કપરું બને તેવી સંભાવના છે. મૂડીઝે બે દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે.
રાહુલ ગાંધીએ મૂડીઝના રેટિંગ ડાઉનગ્રેડના અહેવાલને ટાંકીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. ટિ્વટર પર રાહુલે જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ભંગાર કરતા એક કદમ ઉપર હોવાનું રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું છે. ગરીબોને કોઈ મદદ મળી નથી રહી જે સુચવે છે કે આગામી સમય વધુ ખરાબ રહી શકે છે.