Charotar Sandesh
ચરોતર

મૂળ નડિયાદના યુવાનનું ન્યૂજર્સીમાં મોત, કોરોનાથી મોતની ફેલાઈ અફવા…

મોતના સમાચાર પરિવારજનોને મળે તે પહેલા સોશિયલ મીડિયામાં કોરોનાના કારણે આતિશભાઈનું મોત થયું હોવાની અફવાહ ઉડી…

નડીયાદ : કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં વસતા અનેક ભારતીયો વાયરસના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતના નડિયાદમાં એક યુવાનનું અમેરિકાના ન્યૂજર્સીમાં મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પરંતુ આ કેસમાં યુવાનનું મોત કોરોનાના કારણે થયું કે કોઈ બીજા કારણે તે હજુ સુધી નક્કી કરાઈ શક્યું નથી. છેલ્લા ૪૮ કલાકથી સોશિયલ મીડિયામાં આ યુવાનને લઈ અનેક ચર્ચાઓ ચાલી હતી. આ યુવાનનું મોત કોરોનાથી થયું હોવાની અફવા જોરશોરથી ચાલી હતી, પરંતુ હજુ સુધી હકીકત નક્કી થઈ શકી નહોતી, પરંતુ થોડા સમય બાદ યુવાનનું મોત બ્રેઈન હેમરેજના કારણે થયું હોવાની પુષ્ટિ ત્યાંના આડોશી પાડોશીએ કરી હતી. જેથી પરિવારજનો ચિંતામુક્ત થયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં ન્યુજર્સીના આઇસેલીનના હાર્ડીંગ એવ. ખાતે રહેતા આતિશ પટેલ નામના યુવાન પોતાના ઘરમાં બ્રેઇન હેમરેજને કારણે બેભાન થઇને પડયા હતા. ગત્‌ રોજ તેમના ઘરમાંથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આથી તેમને તાત્કાલિક ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ તેમના મોતના સમાચાર પરિવારજનોને મળે તે પહેલા સોશિયલ મીડિયામાં કોરોનાના કારણે આતિશભાઈનું મોત થયું હોવાની અફવાહ ઉડી હતી.

પરંતુ આખરે તમામ હકીકત ખોટી સાબિત થઈ હતી. યુવાનનું મોત માત્ર બ્રેઇન હેમરેજથી જ થયું હોવાની અને તેના પરિવારજનો પણ હયાત હોવાની બાતમી મળી હતી. અમેરિકામાં રહેતા આ યુવાન મૂળ નડિયાદનો વતની છે, તેના માતાપિતા અમદાવાદમાં રહે છે, તેઓનું પણ મૃત્યુ થઇ ગયું છે એવી વિગતો પણ સોશ્યલ મિડિયામાં આ યુવાનના ઘણાં ફોટાઓ અને મૃતદેહના ફોટા પણ વાઇરલ થયા હતા. પરંતુ તમામ વાતો અફવાહ સાબિત થઈ હતી.

Related posts

આણંદ જિલ્લામાં વધુ ૧૦ કેસો પોઝીટીવ નોંધાયા : તંત્ર દ્વારા સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈમેન્ટ કરાયા…

Charotar Sandesh

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

Charotar Sandesh

આણંદ : લોકડાઉનના પગલે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા…

Charotar Sandesh