Charotar Sandesh
ઈન્ડિયા

મેહુલ ચોક્સીની ઘર વાપસી માટે ભારત સરકારે ડોમિનિકા જેટ મોકલ્યું…!!!

ન્યુ દિલ્હી : પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી સ્કેમ કેસમાં ૨ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપી મેહુલ ચોક્સીને પાછો બોલાવવા માટે ભારત સરકાર દ્વારા જેટ મોકલાયું હોવાના સમાચાર છે. એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રોનેએ એક ઇન્ટરવ્યૂમાં જેટ મોકલાયું હોવાની પુષ્ટી કરી છે. ચોક્સી અત્યારે કેરિબિયાઈ દેશ ડોમિનિકા રિપબ્લિકમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જેટમાં મેહુલ ચોક્સીથી જોડાયેલા તમામ દસ્તાવેજ પણ મોકલવામાં આવ્યા છે, જેથી ડોમિનિકાની કોર્ટમાં રાખવામાં આવી શકે. ભારત સરકાર આ દસ્તાવેજોથી એ સાબિત કરવા ઇચ્છે છે કે મેહુલ ચોક્સી ભાગેડું છે, જેથી તેને તરત ભારતને સોંપી દેવામાં આવે. મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે.
આ પહેલા એન્ટિગુઆના મીડિયાએ પણ ડોમિનિકામાં એક જેટ લેન્ડ કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ચાર્લ્સ ડગલસ એરપોર્ટ પર કતારની બોમ્બાર્ડિયર ગ્લોબલ ૫૦૦ એરક્રાફ્ટે લેન્ડ કર્યું છે. આ જેટ અહીં આવ્યાથી એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે મેહુલ ચોક્સીને આમાં સીધો ભારત મોકલવામાં આવી શકે છે. આ દરમિયાન એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રોએ દાવો કર્યો છે કે, મેહુલ ચોક્સી અત્યારે પણ ભારતનો નાગરિક છે, તેથી ડોમિનિકાએ તેને સીધો ભારતના હવાલે કરી દેવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી કેસને લઇને એન્ટિગુઆની રાજનીતિ પણ ગરમાઈ છે. બે દિવસ પહેલા ત્યાંના પીએમે કહ્યું હતુ કે, ડોમિનિકાએ ચોક્સીને ભારત મોકલી દેવો જોઇએ અને તેને એન્ટીગુઆ તેમજ બર્મુડા ના જવું જોઇએ. વિપક્ષે તેમના આ નિવેદનને બેજવાબદારીભર્યુ ગણાવ્યું હતું.

 

ડોમિનિકાની જેલમાંથી મેહુલ ચોક્સીની પહેલી તસવીર જાહેર, હાથ જોવા મળ્યા ઇજાના નિશાન
ડોમિનિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી અને હીરાના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીની પહેલી તસવીર સામે આવી છે. ચોક્સીના વકીલોએ દાવો કર્યો હતો કે તેમના સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી છે. મેહુલ ચોક્સીની જે તસવીર સામે આવી છે તેમાં તેમના હાથ પર કથિત ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે.
તસવીરમાં મેહુલ ચોક્સી લોખંડના બારણા પાછળ ઉભેલો જોવા મળે છે જે લોકઅપ રૂમના દરવાજા જેવો દેખાય છે. અન્ય એક તસવીરમાં તેમના હાથ પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. ઈજાના નિશાન કાળા રંગના છે અને હાથ-કાંડાની પાસે છે.

Related posts

દેશમાં કોરોનાએ ગતિ પકડી : ૨૪ કલાકમાં ૩૫ હજાર પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

રોકડની અછત સર્જાશે : બેન્ક કર્મીઓ ત્રણ દિવસ હડતાળ પર જશે..!!

Charotar Sandesh

ડૂબી રહેલી આઇડીબીઆઇ બેંકને બચાવવા સરકાર રૂ. ૯,૨૯૬ કરોડની મદદ કરશે…

Charotar Sandesh