Charotar Sandesh
ગુજરાત

મોઢેરામાં સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં ફેલાતા આહલાદક નજારો દેખાયો…

મોઢેરા : મહેસાણા જિલ્લાની સાન એવા જગવિખ્યાત સૂર્ય મંદિરમાં આજે આહલાદક નજારો જોવા મળ્યો હતો. આજે સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં થઈને ગર્ભગૃહમાં આકર્ષક રૂપમાં સૂર્ય કિરણો ફેલાયા હતી. આજે વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સભાખંડ અને બાદમાં સૂર્યમંદિરના બીજા ભાગ એવા સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડ્યું હતું. પહેલાંની જેમ સૂર્યકિરણોનું પરાવર્તન મંદિરમાં સૂર્યદેવના મુગુટ પરના હીરામાં પડી આખું મંદિર સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થવાનો સંજોગ હવે રહ્યો નથી. વર્ષમાં માત્ર ૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. કાળ ક્રમે મોઢેરા સૂર્ય મંદિરમાં હાલ સૂર્ય દેવતાની પ્રતિમા રહી નથી, પણ સૂર્ય પ્રકાશથી મંદિરમાં સૂર્ય કિરણોનો નજારો ચોક્કસ જોવા મળે છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકીકાળમાં થયું હતું. ત્યારે મંદિર એ રીતે નિર્માણ કરાયું હતું કે વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સભાખંડ અને બાદમાં ગર્ભગૃહમાં સૂર્યમંદિરમાં સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડતું હતું. સૂર્યદેવતાની મૂર્તિના રત્નો પર પડતાં સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરાવર્તિત થતું હતું. આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલા કિરણથી ઝગમગી ઉઠતું હતું. હાલમાં પણ ૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. જેમાં સૂર્યનું પહેલું કિરણ સભાખંડમાંથી ગર્ભગૃહમાં પહોંચે છે.

Related posts

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ બુક કરાવવી ભારે પડી : ખાતામાંથી ૩ લાખ ઉપડી ગયા

Charotar Sandesh

અમદાવાદમાં 144મી રથયાત્રા સમય પહેલા સંપન્ન, રથ નિજમંદિર પહોંચ્યા

Charotar Sandesh

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ નહિ, આઈટીઆઈમાં જવું પડશે…

Charotar Sandesh