ટ્રમ્પનું અમેરિકામાં જૂઠ્ઠાણું, મોટેરામાં ૧૫ લાખ લોકો ઉપસ્થિત હતા…
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાઉથ કોરોલિનામાં રેલીને સંબોધોન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તે એક શાનદાર વ્યક્તિ છે, દેશના લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. રેલીમાં ટ્રેમ્પે ભારત પ્રવાસ અને તે દરમિયાન થયેલા અનુભવો શેર કર્યા હતા. ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ દરમિયાન ટ્રમ્પે ૨.૩૦ મિનિટ મોદીની પ્રશંસા કરી હતી.
ટ્રમ્પે કહ્યું- ગત સપ્તાહે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સવા લાખ લોકોને સંબોધિત કર્યા બાદ હવે હું ક્યારે પણ જનસમુહને લઈને એટલો ઉત્સાહિત નહિ થઈ શકું, જેટલો હું ત્યાં હતો. હું તમને જણાવવા માંગુ છું બધુ જ ત્યાં સારું હતું.
તેમણે કહ્યું- સામાન્ય રીતે હું પોતાના સમર્થકોને લઈને વાત કરવાનું પસંદ કરું છું, કારણ કે મને એવો જનસમુહ મળે છે, જે કોઈને મળતો નથી. હાલ હું જ્યાંથી પરત ફર્યો છું ત્યાં ૧,૪૦, ૫૦ કે ૬૦ હજાર લોકો હતા. તમે પોતે વિચારો કે ત્યાં ૧૫ લાખ લોકો હતા. આપણી પાસે ૩૫૦ છે. આપણે પણ સારુ જ કરી રહ્યાં છે.
ટ્રમ્પે કહ્યું- હું અહીં એકત્રિત લોકોને પ્રેમ કરું છું. હું તે જનસમુહને પણ પ્રેમ કરું છું. તમને કહી શકું છું કે તેમની પાસે ખૂબ જ પ્યાર છે. તેમની પાસે મોટા નેતા છે. તેમની પાસે આ દેશના લોકો માટે ખૂબ જ પ્રેમ છે. તે એક યાદગાર પ્રવાસ હતો.
ટ્રમ્પની સાથે ભારત પ્રવાસે તેમની પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા પણ આવ્યા હતા. ૩૬ કલાકના ભારત પ્રવાસ દરમિયાન ટ્રમ્પ પરિવારે અમદાવાદ, આગ્રાની સાથે દિલ્હીમાં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ટ્રમ્પના સન્માનમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ થયો હતો.
- Naren Patel