Charotar Sandesh
Live News ઈન્ડિયા ટ્રેન્ડીંગ

મોદી સરકારનો મોટો નિર્ણય : ભારત ૧ મહિના સુધી વિશ્વથી અલગ પડયું…

વિશ્વના કોઇપણ દેશથી ભારત આવવું મુશ્કેલ…

ભારતીય મૂળના લોકો પાછા ફરે તો ૧૪ દિવસ અલગ રહેવું પડશેઃ ભારત ૧૫ એપ્રિલ સુધી બાકીની દુનિયાથી છુટુ…

નવી દિલ્હી : ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. એક પછી એક સ્વાસ્થ્ય અને વિમાનન મંત્રાલયે કેટલાંય નોટિફિકેશન જાહેર કર્યા છે. તેના અમલ બાદ આવતા એક મહિના સુધી આખી દુનિયાથી પોતાને અલગ કરી લેશે. હેતુ મેન ટુ મેન કોન્ટેકટથી ફેલાઇ રહેલા વાયરસ પર કંટ્રોલ કરવાનો છે.

ભારત સરકારના નિર્ણયની થોડીક જ વારમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી. ભારત સરકારે દુનિયાના કોઇપણ દેશમાંથી આવનારા લોકોને વીઝા ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધી છે. આ પ્રતિબંધ ૧૩મી માર્ચ ૨૦૨૦થી જ લાગૂ થઇ જશે. સંયુકત રાષ્ટ્ર સાથે જોડાયેલા કર્મચારીઓ, કૂટનૈતિક મામલા અને સરકારી પ્રોજેકટસ સાથે જોડાયેલા અધિકારીઓ પર આ પ્રતિબંધ લાગૂ થશે નહીં. આ સિવાય બીજા કોઇ દેશમાં દાખલ થઇ શકશે નહીં. ઓવરસીઝ સિટિજન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ ૧૫મી એપ્રિલ સુધી ખત્મ કરી દેવાઇ છે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ પર્યટન અને સાધારણ સત્તાવાર કામકાજ માટે ભારત આવવાનું મુશ્કેલ થશે. જો કોઇ ઇમરજન્સી જેવી સ્થિતિ છે તો ભારતીય મિશનથી ખાસ મંજૂરી લેવી પડશે.

સરકારે એમ પણ કહ્યું કે ભારતીય નાગરિકોને કઠોરતાપૂર્વક એ સલાહ અપાય છે કે બિનજરૂરી વિદેશી યાત્રાઓ ના કરો. જો તેઓ કયાંયથી પણ પ્રવાસ કરીને પાછા ફરશે તો તેમને કમ સે કમ ૧૪ દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે અમારી આકરણી પ્રમાણે COVID-19 હવે મહામારી બની ચૂકી છે. સ્વાસ્થ્ય સંગઠન આખી દુનિયામાં ફેલાઇ રહેલા આ વાયરસની સક્રિયતાથી ચિંતિત છે. આ ખતરનાક સ્તર પર પહોંચી રહ્યો છે.

સરકારની તરફથી કહ્યું છે કે જે પણ વિદેશી શખ્સ ભારત આવવાની ઇચ્છા ધરાવે છે તે પહેલાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરે. તમામ ભારતીય નાગરિક અને વિદેશી નાગરિકોને કહેવાય છે કે જો ખૂબ જરૂરી ના હો તો બિનજરૂરી પ્રવાસ ના કરો. જો તેઓ ભારત આવે છે તો તેમને ૧૪ દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે.

Related posts

કોરોના સંકટ : લૉકડાઇનના કારણે દેશમાં ૨.૬૩ કરોડ લોકો બેકાર બન્યા…

Charotar Sandesh

આરબીઆઈની મોટી કાર્યવાહી…નવ બેન્કોને રૂ. ૧૩ કરોડનો દંડ ફટકાર્યો…

Charotar Sandesh

કોરોના કેર : દેશમાં સતત ૧૮માં દિવસે સક્રિય કેસો પાંચ લાખથી ઓછા…

Charotar Sandesh